લોહીના સંબંધ : એક બહેને બીજી બહેનને કિડની આપી તેનો જીવ બચાવ્યો
- રક્તદાન એ મહાદાન છે પરંતુ આજે રક્તની સાથે અંગોની પણ એટલી જ જરૂરિયાત લોકોને હોય છે. મેડિકલ ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે અંગદાનની પ્રક્રિયા પણ ખૂબ વધી છે. સુરત તેમાં મોખરે છે
તેજશ મોદી/સુરત :સુરતમાં એક એવો અનોખો કિસ્સો બન્યો છે. જેમાં મોટી બહેને નાની બહેનને કિડનીનું દાન આપીને તેને નવજીવન આપ્યું છે. મૂળ સૌરાષ્ટ્રના અને અમરોલીમાં રહેતા 36 વર્ષિય ધર્મિષ્ઠાબેનને દોઢ વર્ષથી કિડનીની દવા ચાલુ હતી. બે મહિના પહેલાં જ તપાસમાં જાણ થઈ કે તેમની બંને કિડની ફેલ થઈ ચૂકી છે અને ત્યારથી તેઓ ડાયાલિસિસ પર હતા. ડોક્ટરે પરિવારના સભ્યોને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવા માટે સલાહ આપી. જે સાંભળી તેમના મોટા બહેન દમયંતીબહેને વગર કંઈ વધારે વિચાર કર્યા વગર તેમને કિડની આપવાનું નક્કી કર્યું. જે બાદ ધર્મિષ્ઠાબેનનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટેશેન કરી તેમને નવું જીવન દાન મળ્યું છે.
રક્તદાન એ મહાદાન છે પરંતુ આજે રક્તની સાથે અંગોની પણ એટલી જ જરૂરિયાત લોકોને હોય છે. મેડિકલ ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે અંગદાન (organ donation) ની પ્રક્રિયા પણ ખૂબ વધી છે. સુરત તેમાં મોખરે છે. સુરતમાં એક એવો અનોખો કિસ્સો બન્યો છે, જેમાં મોટી બહેને નાની બહેનને કિડનીનું દાન આપીને તેને નવજીવન આપ્યું છે. મૂળ સૌરાષ્ટ્રના અને અમરોલીમાં રહેતા ૩૬ વર્ષીય ધર્મિષ્ઠાબેનને દોઢ વર્ષથી કિડનીની દવા ચાલુ હતી. બે મહિના પહેલા જ તપાસમાં જાણ થઈ કે, તેમની બંને કિડની ફેલ થઈ ગઈ છે અને ત્યારથી તેઓ ડાયાલિસિસ પર હતા.
આ પણ વાંચો : નથી માથું દુખતું નથી, નથી ખાંસી આવતી... સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનનો હાહાકાર
ડોક્ટરે પરિવારના સભ્યોને કિડનીનો ટ્રાન્સફર (kindney transplant) કરવા જણાવ્યું. જો કે એ સમયે પોતાની નાનીબેનનો જીવ બચાવવા 41 વર્ષીય મોટી બહેન દમયંતીબેને તેમની તપાસ કરાવી અને સદનસીબે તમની કિડની મેચ પણ થઈ. એક સપ્તાહ અગાઉ જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે અને હાલ બંને બહેનોની તબિયત એકદમ સ્વસ્થ છે.
હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, એક બહેને બીજી બહેનને કિડની આપી તેનો જીવ બચાવ્યો હોય તેવો આ લગભગ પ્રથમ કિસ્સો છે. કિડની આપનાર દમયંતીબેને કહ્યું કે, મારી નાની બહેનની સાત વર્ષની દીકરીએ તેને એક વાર કહ્યું હતું કે, મમ્મી તું મારી એક કિડની લઈ લે આપણે સાથે જીવીશું. નાની ઉંમરે તેની આ વિચારસરણી જોઇને મારીબેનને કિડની આપવાનો નિર્ણય કર્યો. મારા પતિ સહિત પરિવારના દરેક વ્યક્તિએ અમને ખૂબ જ સપોર્ટ આપ્યો છે. એક જીવનમાંથી બે જીવન થયાની ખુશી ખૂબ જ વધારે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ધૂળેટીની ઉજવણીને લઈને DGP એ આપ્યા મોટા અપડેટ
દમયંતીબેનના પતિ અશોકભાઈએ કહ્યું કે, મારી સાળીને અઠવાડિયામાં બે દિવસ ડાયાલિસીસ કરાતું હતું. તેઓ હીરામાં મજૂરી કામ કરે છે. દરેક તબક્કે ડોક્ટરની સલાહ સૂચન બાદ જ અત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. હાલ બંને બહેનોની તબિયત સારી છે. અમારા સ્વજનોએ અમારા ગામ વણોટમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટના ઉદાહરણો આપીને અમને કિડની દાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.