ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના રાજપૂત ભવન ખાતે રાજ્યના અલગ અલગ રજવાડા દ્વારા પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર મહારાજા વિજયરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમારો કાર્યક્રમ કોઈ રાજકીય નથી, અમારો કાર્યક્રમ આવનારી પેઢીના વિકાસ માટેનો કાર્યક્રમ છે. દરેક રજવાડાઓ આ કાર્યક્રમમાં ભેગા થશે. ભાવનગરના યુવરાજની પોસ્ટ મામલે વિજયરાજસિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે એમને એવું લાગ્યું હશે કે અમારો કોઈ રાજકીય હેતુ હશે એટલે તેમણે પોસ્ટ કરી હશે અન્ય કોઈ વાત નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમીનનો સોદો કરતા પહેલા ચકાસી લેજો બધા કાગળિયા, સુરતમાં સામે આવ્યો છે ભયાનક કિસ્સો!


દાતા સ્ટેટ મહારાણા રિદ્દિરાજસિંહનું નિવેદન આપતા કહ્યું હતું કે અમારો કાર્યક્રમ સંપૂર્ણ ક્ષત્રિય સમાજ માટે છે. સમાજના નાના મોટા પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે. આગામી દિવસોમાં મોટા પાયે સમૂહ લગ્ન કરવામાં આવશે અને ક્ષત્રિય સમાજમાં અનેક વિભાજન થયા છે. જેને એક કરવામાં આવશે. કૃષ્ણકુમાર સિંહજી અમારા વડીલ છે એટલે ભાવનગર સ્ટેટ વડપણ હેઠળ કાર્યક્રમ યોજાશે. આમારો રૂપાલાનાં નિવેદનથી રાજપૂત સમાજ એકઠો થઈ શક્યો તેથી રૂપાલાને હું થેન્ક્યુ કહું છું. સમાજના ભવનથી કોઈ રાજનીતિ કરશે નહિ કોઈએ વ્યક્તિગત રાજનીતિ કરવી હોય તો ભવનની બહારથી કરી શકે છે. આ દરવાજામાં રાજકીય કામ નહી થાય. 


અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો સંપન્ન! શ્રદ્ધાળુઓથી લઈને આવકમા મોટો ઘટાડો, જાણો A To Z


આ પત્રકાર પરિષદમાં સમાજના આગેવાન એવા અશ્વિન સિંહ સરવૈયા જણાવ્યું હતું કે આજે સવારથી જ અલગ અલગ સમાચારો વહેતા થયા છે. રાજપૂત વિદ્યાસભા સમાજના હિતમાં સહકાર આપશે અમે સંકલન સમિતિને પણ પ્લેટફોર્મ આપ્યો હતો. અહીંયાથી સમાજની વાત મુકવા માટે..


ગુજરાતમાં ફરી નકલી કસ્ટમ અધિકારી ઝડપાયો! બનવું હતું આર્મીમેન,બન્યો નકલી અધિકારી, પછી