રાજ્યના નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબરના રોજ જન્મજયંતિ છે. તેમની જન્મજયંતિ નિમિતે રાજ્યમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલ જયંતિના દિવસે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરઃ દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.
ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે, ગુજરાત સરકારે વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવેલ છે.
સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામા આવેલ છે જેની વિગત નીચે મુજબ છે.
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે 6:45 વાગ્યે, સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવશે, જે કુલ 4.2 કિલોમીટર અંતરની રહેશે. આ યુનિટી રનમાં અંદાજિત 7,000થી વધુ લોકો જોડાશે. જેમા માનનીય સંસદસભ્ય, ધારાસભ્ય, મેયર, તમામ કાઉન્સિલરતેમજ અન્ય મહાનુભાવો ભાગ લેશે.
આ પણ વાંચોઃ હોમગાર્ડમાં ફરજ બજાવતી મહિલાએ પતિની પ્રેમિકાની કરી ધોલાઈ, વાયરલ થયો વીડિયો
સુરત: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે 7:00 વાગ્યે, જે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરી 3 કિલોમીટરના રૂટને આવરીને સરગમ શોપિંગ સેન્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત ફરશે. આ કાર્યક્રમમાં તમામ ધારાસભ્ય, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કોર્પોરેટર, મહાનુભાવો તેમજ એન.જી.ઓ. સહિત 3,000 થી વધુ લોકો જોડાશે.
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન કીર્તિ સ્તંભ, વડોદરા થી શરૂ કરીને ડેરી ડેન સર્કલ સુધી 4.5 કિલોમીટર સુધી રૂટને આવરી આવરીને પૂર્ણ થશે. માનનીય સંસદસભ્ય, ધારાસભ્ય, મેયર, તમામ કાઉન્સિલર તેમજ અન્ય મહાનુભાવો સહિત 7,500 થી વધુ લોકો જોડાશે.
રાજકોટ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે 7:00 વાગ્યે, રેસકોર્સ સ્થિત પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થશે જે 3 કિલોમીટરનું અંતરને આવરીને પૂર્ણ થશે. આ કાર્યક્રમમાં માનનીય સંસદસભ્ય , ધારાસભ્ય , મેયર , નાયબ મેયર સહિત 5,000 થી વધુ લોકો ભાગ લેશે. અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન , કાઉન્સિલર , પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનર વગેરે મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહેશે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારે ચાર IAS અધિકારીઓની કરી બદલી, જાણો કોને મળી કઈ જવાબદારી
ભાવનગર: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે 7:00 વાગ્યે શરૂ થશે અને 2.5 કિલોમીટરનું અંતર આવરી લેશે. તમામ માનનીય સંસદસભ્ય, ધારાસભ્ય, કોર્પોરેટર તેમજ લગભગ 75 એન.જી.ઓ. સહિત અંદાજિત 2,500 થી વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. અને આ કાર્યક્ર્મના આયોજક દ્વારા સરળ માર્ગ અને ટ્રાફિક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક પોલીસ વિભાગ સાથે સંકલન કરી સારૂ આયોજન થાય તે મુજબની કાર્યવાહી કરેલ છે.
જામનગર: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે 7:00 કલાકે રણમલ તળાવથી શરૂ થઈને 1.5-કિલોમીટર જેટલુ અંતર કાપી સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે સમાપ્ત થશે. આ કાર્યક્ર્મમાં માનનીય સંસદસભ્ય, ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન અને જિલ્લા અને શહેરના અન્ય મહાનુભાવો સહિત કુલ 3,100 થી વધુ લોકો સહભાગી થશે. વધુમાં, સશસ્ત્ર દળો, NCC, પોલીસ, રમતગમતના અધિકારીશ્રી/કર્મચારીઓ તેમજ ભાગ લેવા ઇચ્છતા તમામ નાગરિકો માટે 5 કિલોમીટરની અલગથી યુનિટી રનનું આયોજન કરેલ છે.
જૂનાગઢ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે 7:30 કલાકે બહુદ્દીન કોલેજથી શરુ થઇ 1.1 કિલોમીટરના અંતરને આવરીને પુર્ણ થશે. , જેમા લગભગ 2,000 થી વધુ લોકોની ભાગીદાર થઇ સાક્ષી થશે. આ યુનિટી રનમા માનનીય સંસદસભ્ય, મેયર અને જિલ્લા પ્રમુખની હાજરીમાં ઉજવવામાં આવશે.
ગાંધીનગર: ગાંધીનગરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 કિલોમીટરની યુનિટી રન સવારે 7:00 વાગ્યે, સરદાર પટેલ સ્ટેચ્યુ, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, સેક્ટર-16 ખાતે થી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપ્સ્થિતિમા યોજાનાર છે. આ દોડમાં માનનીય સંસદસભ્ય, ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનુભાવો, તમામ કાઉન્સિલર, કલેક્ટર ગાંધીનગર, એસ.પી.શ્રી ગાંધીનગર તેમજ અંદાજે 15 એન.જી.ઓ. સહિત 3,000 થી વધુ લોકો જોડાશે.
આ પણ વાંચોઃ પંચમહાલના હાલોલમાં SRP જવાનો ભરેલી બસ પલટી, 30થી વધુ જવાનો ઈજાગ્રસ્ત
ગુજરાતમાં એકતા દિવસ માત્ર એકતાના વિચારને પ્રોત્સાહન આપવા માટે જ નહિ પરંતુ રાજ્યના વિવિધ ભાગોમાંથી ચૂંટાયેલા અધિકારીઓ, મહાનુભાવો અને નાગરિકોની સક્રિય ભાગીદારી પણ દર્શાવે છે. તે એક શક્તિશાળી રીમાઇન્ડર તરીકે સેવા આપે છે કે કોઈપણ સમાજની પ્રગતિ અને વિકાસ માટે એકતા અને સંવાદિતા જરૂરી છે.
ગુજરાત સરકાર તમામ નાગરીકોઓને આ એકતા દોડમાં જોડાવા, એકતાની ભાવના અપનાવવા અને આ રાષ્ટ્રીય એકતા દિવસને ભવ્ય રીતે સફળ બનાવવા હાર્દિક આમંત્રણ આપે છે. ચાલો આપણે સાથે મળીને દોડીએ, વિવિધતામાંથી એક થઈ ગુજરાતની એકતા શક્તિની ઉજવણી કરીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube