અમદાવાદ :  રાજ્ય સરકારે તલાટીને એફિડેવિટ કરવાની સત્તા આપતા વકીલોમાં રોષ ફેલાયો છે. જેના પગલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના તમામ નોટરી કરતા વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વકીલ મંડળના કારોબારીની બેઠક બોલાવીને રાજ્ય સરકારને પરિપત્ર રદ્દ કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જો સરકાર ઝડપથી આ સમગ્ર વિવાદનો ઉકેલ નહી આવે તો આંદોલન વધારે ઉગ્ર બનશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આ આંદોલનને વ્યાપક રીતે રાજ્ય સ્તરે ઉઠાવવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના PM પ્રધાનમંત્રી નહી પરંતુ પરિધાનમંત્રી બની ચુક્યા છે, કોંગ્રેસે વર્ચ્યુઅલ રેલી દ્વારા પ્રચારની શરૂઆત કરી

આ અંગે વડોદરાના વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું કે, રાજ્ય સરકારને કેન્દ્રના કાયદા સુધારો કરવાની સત્તા નથી. તો તલાટી મંત્રીને એફિડેવિટની સત્તા આપવાથી ભ્રષ્ટાચાર વધશે. રાજ્ય સરકારે આ પરિપત્ર કરીને નોટરીની આજીવિકા પર તરાપ મારી છે. સરકાર રોજગાર આપવાના બદલે છીનવી રહી છે. તલાટીઓ પાસે પેઢીનામુ કરાવવું હોય કે અન્ય દસ્તાવેજો કરવાનાં હોય તો તેમાં પણ ખુબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જેનો સ્વિકાર ખુદ મુખ્યમંત્રી પણ કરી ચુક્યા છે. તેવામાં જો આ કામ પણ તેમને સોંપાશે તો ભ્રષ્ટાચાર ઘટવાના બદલે વધશે. 


સરકારી પરિપત્ર બાદ FRC ની વેબસાઇટમાંથી ટ્યુશનફી જ ગાયબ, શાળાઓની દાદાગીરી યથાવત્ત

તમામ વકીલો દ્વારા પરિપત્રની હોળી કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર વિરુદ્ધ બાંયો ચડાવી છે. કાયદા વિરુદ્ધનાં પરિપત્રનો સમગ્ર ગુજરાતમાં વિવિધ વકીલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે હાઇકોર્ટમાં PIL કરવાની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એફિડેવિટ, દાખલા અને સર્ટિફિકેટ જેવી વિવિધ 22 સેવાઓ આગામી 8 ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે રેશનકાર્ડની સેવાઓનાં નામ દાખલ કરવા, નામ કઢાવવા સુધારો કરવો અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનિયર સિટિઝનનો દાખલો, ક્રિમીલેયર સર્ટિફિકેટ, જાતીના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી માત્ર 20 રૂપિયાની નજીવી ફી મળશે. ણપત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી માત્ર 20 રૂપિયાની નજીવી ફીથી મળશે. Oaths Act 1969ની કલમ-3ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube