કુબેરભંડારી મહાદેવની બહાર નકલી-અસલી વ્યંઢળો વચ્ચે ધિંગાણું, ધમાચકડીથી લોકો સ્તબ્ધ
પોષ વદ અમાસ નિમિત્તે તીર્થધામ કરનાળીના કુબેર ભંડારી મંદિર ખાતે વ્યંઢળના વેશમાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા ઉઘરાવી રહેલા ત્રણ નકલી વ્યંઢળોને વડોદરા બરાનપુરા વ્યંઢળ સમાજે ઝડપી લીધા હતા. તમામને અર્ધનગ્ન કરીને માર માર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ તમામને ચાંદોદ પોલીસના હવાલે કર્યા હતા.
વડોદરા : પોષ વદ અમાસ નિમિત્તે તીર્થધામ કરનાળીના કુબેર ભંડારી મંદિર ખાતે વ્યંઢળના વેશમાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા ઉઘરાવી રહેલા ત્રણ નકલી વ્યંઢળોને વડોદરા બરાનપુરા વ્યંઢળ સમાજે ઝડપી લીધા હતા. તમામને અર્ધનગ્ન કરીને માર માર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ તમામને ચાંદોદ પોલીસના હવાલે કર્યા હતા.
મંગળવારે પોષવદ અમાસ હોવાથી ડભોઇના તીર્થધામ કરનાળીના કુબેરભંડારી મંદિરે મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ત્યારે સાંજના સમયે કેટલાક વ્યંઢળો મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ પાસે પૈસાનું ઉઘરાણું કરતા હોવાની ફરિયાદ મળી હતી. જેના પગલે વડોદરા બરાનપુરાના વ્યંઢળ સમાજના પ્રમુખ અંજના માસી તાબડતોબ મંદિર પહોંચ્યા હતા. જ્યાં ત્રણેય નકલી વ્યંઢળોને ઝડપી લીધા હતા. આ બહુરૂપિયા હોવાનું સામે આવતા જ તેમને માર મારીને અર્ધનગ્ન પરેડ કરી હતી.
વ્યંઢળનો વેષ ધારણ કરીને શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા પડાવતા હોવાનું સામે આવતા ત્રણેયને ઝડપી લીધા હતા. પોલીસને સોંપ્યા બાદ તેમનું સુજિત સંજયભાઇ માલ (ઉ.વ 21), નજીબુલ હબીબુલ મુલ્લા (ઉ.વ 23),કમલા સુરજ માલી તમામ રહે મુંબઇને ઝડપી લીધા હતા. હાલ તો ચાંદોદ પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આદરી છે.