સંદીપ વસાવા/પલસાણા: કડોદરા ચાર રસ્તા નજીક આવેલા એક કોપરના ગોડાઉનમાં મોડી રાત્રે કામદારોને બંધક બનાવી 1 કરોડથી વધુના કોપરના ભંગારની લૂંટ ચલાવી છે. 15થી વધુ લૂંટારાઓ ટ્રક લઇને આવ્યા હતા. આ ઘટનાને લઈને ખળભળાટ મચી ગઈ છે. હાઇ-વે પર ટ્રક સીસીટીવીમાં કેદ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજનો દિવસ ભારે! ગુજરાતના બે મોટા પૂર્વ મુખ્યમંત્રીઓને નડ્યો અકસ્માત; એકમાં તો આ CM..


સુરત જિલ્લાઓ હવે ગુનેગારો માટે આશ્રય સ્થાન બની ગયો છે. દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, ત્યારે આજે મોડી રાત્રે પણ સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તા નજીક એક કોપરનો વ્યવસાય કરતા વેપારીના જીએસટી વિભાગ દ્વારા સિઝ કરાયેલા ગોડાઉનમાં લૂંટની ઘટના બની છે. મોઢા પર બુકાની બાંધી ટ્રક લઈ આવેલા આશરે 10થી 15 જેટલા લૂંટારુઓએ મિલના કામદાર અને વોચમેનને પરિવાર સહિત ગોડાઉન ના ઉપરના ભાગે બનાવવામાં આવેલા રહેવાના રૂમમાં બંધક બનાવી આશરે 1 કરોડથી વધુની કિંમતના 17થી 18 ટન જેટલા કોપર વાયરની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.


ધોરણ 12 બોર્ડ પરીક્ષા અંગે મહત્વના સમાચાર : બોર્ડ તરફથી જાહેર થઈ અગત્યની સૂચનાઓ


40 દિવસ પહેલા પડેલી જીએસટી વિભાગની રેડ બાદ આ ગોડાઉન જીએસટી વિભાગ દ્વારા સિઝ કરવામાં આવ્યું હતું. જેને લઈ ગોડાઉન પર 130 ટન જેટલો કોપરનો જથ્થો હતો. રાત્રે 1 વાગ્યા આસપાસ મારક હથિયાર સાથે આવેલા લૂંટારુંઓ ગોડાઉનમાં 3 વોચેમન અને કામદારોને પરિવાર સાથે બંધક બનાવી લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. હાઇ-વે પર લાગેલા એક સીસીટીવી કેમેરામાં આ લૂંટ કરી સામાન લઈ જતી ટ્રક કેદ થઈ હતી. હાઈ-વે પર ઘટનાની ગંભીરતાને લઈ કડોદરા પોલીસ જિલ્લા એલસીબી એસઓજી સહિતની ટીમો લૂંટારાઓને ઝડપી પાડવા કામે લાગી ગઈ છે. જિલ્લા પોલીસ વડા પણ સમગ્ર ઘટનાને લઈ કડોદરા ખાતે દોડી આવ્યા હતા.


146 વર્ષના ઈતિહાસમાં બની પ્રથમ ઘટના, એન્જેલો મેથ્યુસ ટાઈમ આઉટનો શિકાર બન્યો


મહત્વનું છે કે બંધક બનાવેલા કામદારોએ જણાવ્યા મુજબ 7 થી 8 લોકો ગોડાઉનમાં ધસી આવ્યા હતા. જોકે સમગ્ર ઘટના પર નજર કરીએ 2 કલાકના સમયમાં 17 થી 18 ટન કોપરનો જથ્થો ટ્રકમાં લોડ કરવો આટલા સમયમાં મુશ્કેલ છે. જેથી 15 થી 20 જેટલા લોકો લૂંટમાં હોવાની શક્યતા પોલીસ જણાવી રહી છે.