અમદાવાદ: કન્ટેનરમાંથી 1000થી વધુની વિદેશી દારૂની પેટીઓ ઝડપાઇ
દારૂની હેરાફેરી રાજ્યની પોલીસ(Gujarat Police) માટે માથાનો દુખાવો સમાન બની રહી છે. ત્યારે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક આવતા અમદાવાદ પોલીસ દ્વારા બુટલેગરો દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સૌરાષ્ટ્રથી અમદાવાદ(Ahemdabad) આવતી એક કન્ટેનરમાંથી 1 હજાર વિદેશી દારૂની પેટીઓ ઝડપી લેતા ચકચાર મચી છે.
જાવેદ સૈયદ/અમદાવાદ: દારૂની હેરાફેરી રાજ્યની પોલીસ(Gujarat Police) માટે માથાનો દુખાવો સમાન બની રહી છે. ત્યારે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક આવતા અમદાવાદ પોલીસ દ્વારા બુટલેગરો દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સૌરાષ્ટ્રથી અમદાવાદ(Ahemdabad) આવતી એક કન્ટેનરમાંથી 1 હજાર વિદેશી દારૂની પેટીઓ ઝડપી લેતા ચકચાર મચી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કન્ટેનરે સાથે ઝડપી લીધા બાદ ડ્રાયવર અને ક્લીનરની અટકાયત કરી છે. દારૂનો જથ્થો મોટી માત્રા હોવાથી કંન્ટેનરને એસઓજી ઓફિસ ખાતે લઇ જઇને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ડ્રાઇવર અને ક્લિનરની અટકાયત કરીને આ દારૂ કોણે મંગાવ્યો હતો અને કોણે મોકલ્યો હતો તે અંગેની વધુ તપાસ શરૂ કરી છે.
નવરાત્રીની તૈયારીઓ શરૂ, રાજકોટમાં આ વખતે રીયલ પેઇન્ટીંગ ચણીયા ચોલીનો ક્રેઝ
તહેવારોને લઇને રાજ્યની પોલીસ દ્વારા નાશાયુક્ત પ્રવૃતિનું વેચાણ કરતા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચની ટીમે એક હજાર જેટલી વિદેશી દારૂની પેટીઓ ઝડપી લીધી છે. ક્રાઇમ બ્રાંન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે સૌરાષ્ટ્રથી આવતી દારૂની ટેન્કર ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ LIVE TV :