અતુલ તિવારી/અમદાવાદ : નેશનલ એઇડસ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સંચાલિત ગુજરાત સ્ટેટ એઇડસ કંટ્રોલ સોસાયટી અંતર્ગત ચાલતાં એ.આર.ટી સેન્ટરના કર્મચારીઓનો પગાર અટકાવી દેવાયો તેમજ વર્ષ 2017માં કોર્ટમાં ગયેલા કર્મચારીઓના પગાર જે છેલ્લા મહિના સુધી નિયમ મુજબ મળતા હતા. તેમાં કપાત કરીને 2017 મુજબ પગાર કરાતા નારાજગી વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ART સેન્ટરના કર્મચારીઓએ પોતાની રજૂઆત કરતા જણાવ્યું કે, ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારીઓને વિનંતી કરી હતી કે કર્મચારીના કરાર કેન્દ્ર સરકારની નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની એચ.આર. પોલિસી મુજબ કરવા રાજ્યમાં એચ.આર. પોલિસી મુજબ કર્મચારીઓના કરાર તેમજ કાર્ય થાય તેવી માગણી કરાઈ હતી. પરંતુ અમને કોઈ પ્રત્યુત્તર આપવાને બદલે કર્મચારીઓ પર કડક વલણથી નિર્ણયો લઈ અંદાજે 150 થી વધુ કર્મચારીઓના પગાર 5 હજારથી લઈ 9 હજાર સુધી કાપી લેવાયો છે.


અમને અમારો હક્ક મુજબ પગાર મળેએ માટે અમે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. અમને વર્ષ 2017માં પગાર વધારો આપવામાં આવ્યો હતો. જો કે આ પગાર વધારાનો લાભ 4 વર્ષ સુધી આપ્યા બાદ અચાનક જૂનો પગાર ફરી આપવાની શરૂઆત કરી દેવાઈ છે. 


ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં ART સેન્ટરના કર્મચારીઓએ એચઆઇવી પિડીત દર્દીઓ દવાથી વંચિત ન રહે તે માટે દર્દીઓના ઘર સુધી સતત દવા પહોંચાડી હતી. તેમજ કોરોના વોર્ડમાં પણ ફરજ બજાવી હતી.. જો કે અમારી આ ફરજને લઈ સરકાર દ્વારા માનદ વેતન પણ મળેલ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube