પાદરા : 75 મુસાફરોથી ઓવરલોડેડ બસનો થયો અકસ્માત
માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર ભારતમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી ગાડીઓ રસ્તા પરથી પસાર થવાના નજારા સામાન્ય વાત છે. ભારતમાં તો લોકો ટુ વ્હીલર પર પણ ચાર-પાંચ જણા બેસેલા દેખાય છે. ત્યારે આવી ઓવરલોડેડ ગાડીઓ સાથે હંમેશા અકસ્માત થાય છે. ત્યારે પાદરા-જબુંસર રોડ પર ઓવરલોડેડ એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો.
મિતેશ માળી/વડોદરા :માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર ભારતમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી ગાડીઓ રસ્તા પરથી પસાર થવાના નજારા સામાન્ય વાત છે. ભારતમાં તો લોકો ટુ વ્હીલર પર પણ ચાર-પાંચ જણા બેસેલા દેખાય છે. ત્યારે આવી ઓવરલોડેડ ગાડીઓ સાથે હંમેશા અકસ્માત થાય છે. ત્યારે પાદરા-જબુંસર રોડ પર ઓવરલોડેડ એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો.
પાદર-જંબુસર રોડ પર બસ અને સુમો વચ્ચે અકસ્માત થયો હતો. રોડ પર સામેથી આવી રહેલી ટાટા સુમો જીપ સાથે એસટી બસ ટકરાઈ હતી. જેના કારણે બસ રોડ પાસે આવેલ ઈલેક્ટ્રીકના થાંભલા સાથે અથડાઈને રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. પણ, આ બસ 75 મુસાફરોથી ઓવરલોડેડ હતી. અકસ્માતને પગલે તમામ 75 મુસાફરો ઘાયલ થયા હતા. તમામ મુસાફરોને પાદરા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
અકસ્માતના પગલે ટ્રાફિક જાની સમસ્યા પણ સર્જાઇ હતી. ચક્કાજામ પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં જ થયો હતો.