મૌલિક ધામેચા, અમદાવાદ: કોરોના (Coronavirus) સારવાર માટે વપરાતી તમામ વસ્તુઓની એક બાદ એક કાળા બજારી (Black Mareket) સામે આવી રહી છે. પહેલા દવા અને હવે ઓક્સિજન (Oxygen) ની અછત સર્જાતા પ્રાણવાયુ (Oxygen) ની પણ કાળા બજારી કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાંચે (Crime Branch) આવા જ 3 આરોપીની ધરપકડ કરી છે. જે ઉંચી કિંમતે ઓક્સિજન સિલિન્ડરનું વેચાણ કરતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ની કસ્ટડીમાં રહેલા આરોપીના નામ ઉવેશ મેમણ, તૌફીક અહેમદ શેખ અને મોહમદ અશરફ શેખ છે. આ તમામ આરોપી સરખેજ (Sarkhej) પાસે આવેલા ગુજરાત સેફ્ટી નામના ગોડાઉનમા કામ કરતા હતા. પરંતુ તે ગોડાઉનના માલિક દ્વારા કોરોના (Corona) સમયમાં ઓક્સિજનની અછત સર્જાતા તેનુ વેચાણ ઊંચા ભાવે શરુ કરવાની સુચના આપી અને આશરે 250 જેટલા સિલિન્ડર આપ્યા હતા. આ આરોપીઓ 15 હજાર અને 30 હજારના ભાવે ઓક્સિજન સિલિન્ડર વેચતા હતા. 


ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યા વધુ 34 Remdesivir Injection, 3 આરોપીઓ ઝડપાયા


જેથી ક્રાઈમ બ્રાંચે (Crime Branch) 39 સિલિન્ડર સાથે તમામની ધરપકડ કરી. ફરાર માલિક પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે.  ક્રાઈમ બ્રાંચે ગોડાઉનમાં કામ કરતા અને ઓક્સિજનનું (Oxygen) વેચાણ કરતા આરોપીની પુછપરછ હાથ ધરી ત્યારે સામે આવ્યુ કે 25 એપ્રિલથી આ ઓક્સિજનનુ વેચાણ થઈ રહ્યુ છે. ઝડપાયેલા આરોપીએ 200 કરતા વધુ ઓક્સિજન સિલિન્ડર રાજ્યભરમાં અત્યાર સુધી વેચ્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત પણ આપી છે.


ઉપરાંત આ ગુનાના મુખ્ય આરોપી જૈદ જુનાની અને તેના પિતા અસલમ જુનાની ની શોધખોળ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે મહામારીના સમયે પણ લોકો આફતને આવકમાં બદલી રહ્યાં છે. સાથે સાથે કોરોના દર્દી માટે પ્રાણ રૂપી વાયુ ની કાળાબજારી ન થાય અને આવા લે ભાગુ લોકોને અટકાવી શકાય તે માટે રાજ્યવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે આખરે આ કાળાબજારી ક્યારે અટકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube