ચેતન પટેલ/ સુરત: રાજ્યમાં કોરોના (Coronavirus) નવા કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ કેસ સુરતમાં (Surat Corona Case) નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 724 નવા કોરોના કેસ નોંધાયા હતા. જેને લઇને સુરતમાં (Surat) હાલ ઓક્સિજનની બોટલોની માંગ વધી રહી છે. ત્યારે સુરતમાં ઓક્સિજનની (Oxygen) બોટલો માટે દર્દીઓના પરિવારજનોને સવારના 3 વાગ્યાથી લાઇનોમાં ઉભા રહેવું પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કેસમાં સતત વધારો થતાં સુરતમાં (Surat Corona Case) સ્થિતિ ખુબજ ગંભીર જોવા મળી રહી છે. એવામાં કોરોના દર્દીઓને (Corona Patient) ઓક્સિજનની ખુબજ જરૂર પડતી હયો છે. ત્યારે કોરોના દર્દીઓ માટે સુરતની હોસ્પિટલોમાં (Surat Hospital) 45 ટકા ઓક્સિજનની માંગમાં વધારો થયો છે. તો બીજી તરફ દર્દીઓના પરિવારજનોને ઓક્સિજનની (Oxygen) બોટલો માટે વહેલી સવારના 3 વાગ્યાથી લાઇનો લગાવી પડે છે.


આ પણ વાંચો:- મરેલી તો મરેલી પણ મને મારી મા પાછી આપો, મતાના અંતિમ સંસ્કાર થતા દીકરો ભાંગી પડ્યો


ત્યારે આ મામલે દર્દીઓના પરિવારજનો દ્વારા કલેકટરને ઓક્સિજન સપ્લાય વધારવા માટે રજુઆત કરાઈ છે. જેને લઇને કલેકટર દ્વારા ઇન્ડસ્ટ્રીઝને ઓક્સિજન આપવાનું બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો કે, આ મામલે દક્ષિણ ગુજરાતનો ઓક્સિજન સપ્લાય કરનાર એબી મોઢેએ કહ્યું કે, 45 ટકા માંગ વધી છે. સપ્લાય વધારે અને બોટલો પણ વધારવામાં આવે. બોટલ અને સપ્લાયની જરૂર છે. ઈન્ડસ્ટ્રીઝને ઓક્સિજન આપવાનું બંધ કરે અને ઓક્સિજન દર્દીઓને આપે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube