• કુંદન હોસ્પિટલમાં બે દર્દીઓના ઓક્સિજનની અછતને કારણે અને 2 દર્દીઓ ક્રિટિકલ સ્થિતિમાં હોવાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. કુલ ચાર દર્દીના ઓક્સિજન વગર મોત થયા

  • રાજકોટમાં ઓક્સિજનની અછતને લઇને સરકાર એકશનમાં આવી છે. આજથી દરરોજ 110 મેટ્રીક ટન ઓક્સિજનનો જથ્થો રાજકોટને ફાળવવામાં આવશે


ગૌરવ દવે/રાજકોટ :ઓક્સિજન શોર્ટેજની સૌથી મોટી સમસ્યા હાલ રાજકોટમા સામે આવી છે. દર્દીઓ એક એક શ્વાસ માટે વલખા મારી રહ્યાં છે. રાજકોટમાં ઓક્સિજનનું સંકટ આવી પડ્યું છે. ખાનગી હોસ્પિટલોમા ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. જેથી આજે એક હોસ્પિટલમાં ઓક્સિજન વગર 4 દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટમાં ઓક્સિજનની અછતને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. આજથી દરરોજ 110 મેટ્રીક ટન ઓક્સિજનનો જથ્થો રાજકોટને ફાળવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : કોરોનામાં વધુ એક કરુણ કહાની, પુત્ર વાત કરવા હોસ્પિટલની લાઈનમાં ઉભો હતો, પણ પિતાને મરીને કલાકો વીતી ગયા હતા   


કુંદન હોસ્પિટલમાં 4 મોતની તપાસ થશે 
ગઇકાલે પરમ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી જવાના આરે હતો ત્યારે રહી રહીને તંત્ર જાગ્યું હતું અને 15 બાટલા મોકલતાં ઓક્સિજન પર રહેલા 30 દર્દીના જીવ બચી ગયા હતા. ત્યારે ગત રાત્રે કુંદન કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 2 દર્દીએ દમ તોડી દીધાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આજે બે દર્દીઓના ઓક્સિજનની અછતને કારણે અને 2 દર્દીઓ ક્રિટિકલ સ્થિતિમાં હોવાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. કુલ ચાર દર્દીના ઓક્સિજન વગર મોત થયા છે. ત્યારે રાજકોટની કુંદન હોસ્પિટલ સામે જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. પ્રાંત અધિકારી, એનેસ્થેટિક તબીબ અને IMAના એક સભ્યની ટીમની આ તપાસ માટે રચના કરાઈ છે. દર્દીઓના મોત અંગેનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવશે. રિપોર્ટ અપાયા બાદ કાર્યવાહી થશે.


આ પણ વાંચો : રાજકોટની પરમ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ખૂટ્યો, રાતોરાત પહોંચાડાઈ સુવિધા 


સરકાર રોજ 110 મેટ્રીક ટન જથ્થો રાજકોટને આપશે 
તો બીજી તરફ, રાજકોટમાં ઓક્સિજનની અછતને લઇને સરકાર એકશનમાં આવી છે. આજથી દરરોજ 110 મેટ્રીક ટન ઓક્સિજનનો જથ્થો રાજકોટને ફાળવવામાં આવશે. દર 4 કલાકે 17 મેટ્રિક ટનના 7 ટેન્કર રાજકોટ આવશે. જેમાં ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલોને સપ્લાય આપવામાં આવશે. સાથે જ ગોંડલની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે.


આ પણ વાંચો : માતા હોસ્પિટલ બહાર કરગરતી રહી કે, ‘મારા દીકરાને એડમિટ કરો, એ પોઝિટિવ છે’ પણ તંત્ર તમાશો જોતું રહ્યું