Loksabha Election 2024: રૂપાલા સામે ચાલતા આંદોલનનો મુખ્ય ચહેરો રહેલાં અને છેલ્લા થોડા સમયથી ક્ષત્રિય સંસ્થાઓની સંકલન સમિતિથી અંતર બનાવીને ચાલતાં પદ્મિનીબા વાળા ફરી સામે આવ્યાં છે અને સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવાના આરોપ સાથે સમિતિની ટીકા કરી છે. પદ્મિનીબાએ આજે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલન સમિતિ પર મોટા આક્ષેપ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

29.80 લાખ સૂરતીઓને મળશે મતદાનની તક, જાણી લો કયા મતદાન કરી શકશે કયા નહીં કરી શકે


કિર્તી પટેલના વાયરલ વિડીયો મુદ્દે ઘરમાં બોલાચાલી થઈ હતી: પદ્મિનીબા
ક્ષત્રિય આંદોલનના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ મીડિયા સામે આવીને સંકલન સમિતિ પર આકરા પ્રહાર કર્યા હતા અને આંદોલન રાજકીય થઈ ગયું હોવાનું કહી દીધું હતું. ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનો અને મહિલાઓના વિરોધની ખબરો વચ્ચે હવે આ આંદોલનમાં બે ફાંટા પડતા હોય તેમ લાગી રહ્યું છે. ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે કોઈના દ્વારા ખોટા મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે. મારા પતિ દ્વારા મને કોઈ જ માર મારવામાં આવ્યો નથી. કિર્તી પટેલના વાયરલ વિડીયો મુદ્દે ઘરમાં બોલાચાલી થઈ હતી, પરંતુ મને કોઈએ ઘરમાંથી બહાર કાઢી નથી.


લખી રાખજો! આ તારીખે ગુજરાતમાં આવશે આંધી-વંટોળ સાથે વરસાદ, અંબાલાલ પટેલની સટીક આગાહી!


મોદી સાહેબના કામોને ભૂલવા ન જોઈએ: પદ્મિનીબા
રાજકોટમાં ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા આજે મીડિયા સમક્ષ આવીને મોટા ખુલાસા કર્યા હતા. તેમણે જણાવ્યં કે, અમારા પરિવાર માં કોઈ ઝગડો થયો નથી. જ્યારથી સંલકન સમિતિનો વિરોધ થઈ રહ્યો છે ત્યારથી મારા આવા મેસેજ વાઇરલ કરવામાં આવી રહ્યા છે. અમુક તત્વો મને બદનામ કરવામાં લાગ્યા છે. જયરાજભાઈ મારા મોટા ભાઇ છે. હું સમાજ અને હિંદુત્વનું સારું કરવાની છું. 


'તમે ભૂલ ના કરતા નહીં તો કોઈ "અર્બન નક્સલ" આવીને બધું ખેદાનમેદાન કરી નાખશે'


પદ્મિનીબાએ જણાવ્યું કે મારા પતિ દ્વારા મને કોઈ માર મારવામાં આવ્યો નથી. મારા વિરુદ્ધ વિડીયો વાઇરલ કરવામા આવ્યો એને હું ઇગ્નોર કરું છું. હું કહું છું મોદી સાહેબના કામોને ભૂલવા ન જોઈએ. મારી લડત રૂપાલા વિરોધમાં છે અને રહેશે. સંકલન સમિતિ વાળા વારંવાર મારો વિરોધ કરે છે. હું મારા મનથી ઘરે બેઠી છું. હાલ મારા જુના વિડીયો ખોટી રીતે વાઇરલ કરે છે. 


ક્ષત્રિય સમાજના વિરોધ અંગે પૂછતા અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન, કહ્યું; 'આ વિરોધ તો..


સંકલન સમિતિ ઇચ્છે છે કે હું ઘરે બેસું: પદ્મિનીબા
રાજકોટમાં પદ્મિનીબા વાળાએ જણાવ્યું કે સંકલન સમિતિ આટલું બધું વંટોળ લઈ આવ્યા છે. સંકલન સમિતિના સભ્યોને બેસ્ટ ઓફ લક. રાજકોટમાં જે મહાસંમેલન થયું તેમાં પણ મારું અપમાન કરવામાં આવ્યું હતું. સંકલન સમિતિ ઇચ્છે છે કે હું ઘરે બેસું. સંકલન સમિતિએ જે કરવું હોય એ કરી લે, હું તો બહાર નીકળીશ.


ગુજરાત-રાજસ્થાનમાં ડ્રગ્સ માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક; 230 કરોડના MD ડ્રગ્સનો પર્દાફાશ


હવે આંદોલન રાજકીય થઈ ગયું છે, આમા કોંગ્રેસ સમર્થનની વાત ક્યાંથી આવી?
પદ્મિનીબાએ જણાવ્યું હતું કે, મેં રૂપિયા લીધા હોય તો પ્રુફ લઈ આવો. મારું સંકલન સમિતિ અપમાન થયું હતું. હું રૂપાલા અને જયરાજભાઈની વિરુદ્ધ બોલી હતી. રૂપાલા મામલે સમાજ નક્કી કરશે શુ કરવું. હું ભાજપ વિરોધી પ્રચાર ચોક્કસ કરીશ. હવે આંદોલન રાજકીય થઈ ગયું છે, હવે આમા કોંગ્રેસ સમર્થનની વાત ક્યાંથી આવી? કોંગ્રેસ આમાં ક્યાંય હતી જ નહીં. તો રૂપિયા લઈને શાંત થઈ જવાની વાત પર પદ્મિનીબાએ કહ્યું કે, સંકલન સમિતિ દ્વારા મને બદનામ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. મોદી સાહેબનો વિરોધ યોગ્ય નથી, મોદી સાહેબે ગરીબો અને મહિલાઓ માટે બહુ કર્યું છે.