Amreli News :  અમરેલીમાં દિકરીનું સરઘસ કાઢવાનો મામલો હવે પાટીદાર સમાજમાં તૂલ પકડી રહ્યો છે. આ મામલામાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ ઝંપલાવ્યું છે. પદ્મિનીબા વાળાએ પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરણી સેના પાટીદાર સમાજની સાથે 
ક્ષત્રિય સમાજ અગ્રણી પદ્મિની બા વાળાએ એક નિવેદનમાં કહ્યું કે, કુંવારી દિકરીનું સરઘસ કાઢીને સરકાર શું સાબિત કરવા માંગે છે. હિસ્ટ્રીશીટર આરોપીઓના સરઘસ પોલીસ કાઢતી નથી. કુંવારી દિકરીનું સરઘસ કાઢવાથી તેના ભવિષ્ય પર પણ હવે સવાલો ઊભા થયા છે. સરકારે આવા ગંભીર મુદ્દે ધ્યાન દેવું જોઈએ. ભવિષ્યમાં આવું ન બને તેની કાળજી રાખવી જોઈએ. કરણી સેના હાલ પાટીદાર સમાજની સાથે છે. 


પુષ્પા-2 કરતા પણ ફાડું છે સાઉથની આ ફિલ્મ, 2 કલાક 24 મિનિટની ફિલ્મમાં રુંવાડા ઉભા થઈ જશે