`રૂપાલા 5 લાખ વાર માફી માંગે તો પણ માફી નહિ, માં ખોડલને પ્રાર્થના છે કે ચૂંટણીમાં તેઓ હટી જાય`
એક તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલન અંગે તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળા સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજ અંગે પરશોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
Loksabha Election 2024: ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદિર ખાતે દર્શને પહોંચ્યા છે. ખોડલધામ ખાતે પદ્મિનીબા વાળાએ પ્રાર્થના કરી કે રૂપાલા ખુદ ચૂંટણીમાંથી હટી જાય. આ દરમિયાન પદ્મિનીબા વાળાએ કહ્યું કે પરશોત્તમ રૂપાલા 5 લાખ વખત માફી માંગે તો પણ માફી આપવાની નથી. પરશોત્તમ રૂપાલાએ જાતે ચૂંટણી નથી લડવી તેવું જાહેર કરી દેવું જોઈએ. રૂપાલાએ કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજનો રોષ સાતમાં આસમાને પહોંચી ગયો છે. ક્ષત્રિયોની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ.
એક તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલન અંગે તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળા સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજ અંગે પરશોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આવતીકાલે 14 એપ્રિલના રવિવારે સાંજે રાજકોટમાં રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે.
જેમાં રતનપર મંદિર પાસે 30 વીઘાના મેદાનમાં 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. આ સંમેલનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો પહોંચવાના છે. સંમેલનમાં રાજસ્થાનના ક્ષત્રિયો પણ હાજર રહેશે.
રાજકોટમાં સંમેલન પહેલા લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરે પદ્મિનીબા વાળા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખોળો પાથરીને માતાજી આગળ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે, માં ખોડલને પ્રાથના છે કે રુપાલા પોતે જ ચૂંટણીમાં હટી જાય તેવી જ માતાજીને પ્રાર્થના કરી છે. રુપાલાએ અંતર આત્માનો અવાજ સાંભળવો જોઈએ. પોતે જ ચૂંટણી ના લડવાની જાહેરાત કરવી જોઈએ.