Loksabha Election 2024: રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલા માટે કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ છે. વિવાદ અને વિરોધનો વંટોળ થંભવાનું નામ નથી લેતો. ક્ષત્રિય સમાજના મહિલા પદ્મિનીબાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પદ્મિનીબા વાળાની તબિયત લથડી છે. જી હા...બ્લડ પ્રેશર લો થતાં AIIMSમાં દાખલ કરાયા છે. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ તે રૂપાલાની ટિકિટ રદની માગ સાથે પદ્મિનીબા 14 દિવસથી અન્ન ત્યાગ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૈતર વસાવાને HCમાંથી રાહત; 6 મહિના બાદ ડેડીયાપાડા વિધાનસભામાં પ્રવેશની મંજૂરી


સાંજના સમયે પદ્મિનીબા વાળાની તબિયત લથડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. પદ્મિનીબાનું બ્લડ પ્રેશર લો થઇ ગયું હોવાથી નબળાઇ આવી ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. 14 દિવસથી તેઓ અન્ન ત્યાગ ઉપર હોવાથી માત્ર પ્રવાહી ગ્રહણ કરી રહ્યા છે. અને તેના કારણે જ આજે તેમની તબિયત લથડી હોવાનું જાણવા મળી રહ્યું છે.


ભાજપ ચોંક્યું! તળાજા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષનું ભરી સભામાં રાજીનામું, 200એ..


જાણો કોણ છે પદ્મિનીબા?
ક્ષત્રિય લડાયક મહિલા પદ્મિનીબા અત્યારે કરણી સેનાના મહિલા મોરચના અધ્યક્ષ છે, અને રૂપાલા વિવાદને લઇને મેદાનમાં ઉતર્યા છે. પદ્મિનીબા વાળા તાજેતરમાં ફેબ્રુઆરી 2024માં રાજકોટ શહેર કમલમ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાની હાજરીમાં ભાજપનો ખેસ પહેરી કેસરિયો ધારણ કર્યો હતો. તેઓ રાજ શક્તિ મહિલા મંડળ રાજકોટના 10 વર્ષથી અધ્યક્ષ છે. તેમજ ગુજરાત રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ તરીકે છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે.


ખંભે થેલો નાંખીને નીકળી પડ્યા ધાનાણી! કહ્યું; 'રાજકોટના રણમાં માછલીની આંખ વિંધવા જાઉ


પદ્મિનીબા વાળા જાડેજાના દીકરી છે અને તેમના પતિનું નામ ગિરિરાજસિંહ વાળા છે. તેમનું મૂળ વતન ગધેથડ નજીક આવેલા તણસવા ગામ છે. પતિ ગિરિરાજસિંહ વાળા બિઝનેસમેન છે. સંતાનમાં બે દીકરા છે, જેમનું નામ સત્યજીતસિંહ વાળા અને પૂર્વરાજસિંહ વાળા છે. એક દીકરો ધોરણ 12 બોર્ડની પરીક્ષા તાજેતરમાં પૂર્ણ કરી છે અને નાનો દીકરો ધોરણ 4માં અભ્યાસ કરે છે.