Gujarat Election 2022: દિનુ મામાએ બરોડા ડેરીના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, કહ્યું; `હું કોઈનાથી ડરતો નથી`
Gujarat Election 2022: પાદરાના અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ વિધાનસભાની ચૂંટણી અપક્ષમાં લડતાં હોવાથી રાજીનામું આપ્યું છે.
Gujarat Election 2022, રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા પાદરાના નારાજ દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધવારી હતી. ત્યારબાદ તેમણે ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું. હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે. પાદરાના અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. જેના કારણે રાજકારણ ગરમાયુ છે.
પાદરાના અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ વિધાનસભાની ચૂંટણી અપક્ષમાં લડતાં હોવાથી રાજીનામું આપ્યું છે. ચૂંટણી લડતો હોવ ત્યારે ડેરીનું સંચાલન માટે સમય ન ફાળવી શકાય એટલે દિનુ મામાએ રાજીનામું આપ્યું છે.
પાદરાના અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ જણાવ્યું હતું કે, કોઈના ડરાવવાથી રાજીનામું નહિ આપ્યું, હું કોઈનાથી ડરતો નથી. ડેરીના નિયામક મંડળ એ હજી સુધી રાજીનામું સ્વીકાર્યું નથી. દિનુ મામા ચૂંટણી પહેલાં પાળ બાંધી રહ્યા છે.
દિનેશ પટેલના રાજીનામા બાદ અનેક રાજીનામા પડ્યા
દિનેશ પટેલના રાજીનામા બાદ પાદરા વિધાનસભા બેઠક પર વધુ એક ભંગાણ થયું હતું. ભાજપ શાસિત તાલુકા પંચાયતના ભાજપના સભ્યોએ પક્ષને રાજીનામા આપ્યા. દિનેશ પટેલના ભાજપમાંથી રાજીનામાં બાદ તાલુકા પંચાયત તૂટી હતી. તાલુકા પંચાયતના 16 સભ્યોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા હતા. તમામ લોકોએ દિનેશ પટેલને સમર્થન કરીને રાજીનામું આપ્યું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube