મુસ્તાક દલ/દ્વારકા :પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાઝ આવતુ નથી. અવારનવાર પાકિસ્તાન (Pakistan) મરીન ભારતીય સીમામાં ઘૂસી આવે છે. ત્યારે પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતની બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યુ છે. આ ફાયરિંગ (firing) માં એક માછીમારનું મોત નિપજ્યુ છે. 
 
ગુજરાતની અનેક બોટ સમુદ્રમાં રોજ માછીમારી (gujarat fishermen) કરવા જાય છે. ત્યારે માછીમારી કરતા સમયે અનેકવાર પાકિસ્તાની મરીન ગાર્ડસનો સામનો થતો હોય છે. સમુદ્રમાં માછીમારી કરવા ગયેલી ગુજરાતની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. દ્વારકાની જલપરી નામની બોટ દરિયામાં માછીમારી કરવા ગઈ હતી. ત્યારે આ બોટ પર ફાયરિંગ પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ માટેનું કોયડુ ઉકેલાયું, આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ખુલાસો


ફાયરીંગની ઘટનામાં એક માછીમારનુ મોત નિપજ્યું છે. તથા અન્ય એક માછીમારને ઈજા પહોંચી છે. આ ઘટનામાં જલપરી બોટને ભારે નુકસાન પહોંચ્યુ છે. બોટના કાચ તૂટ્યા છે. ત્યારે ઓખા મરીન દ્વારા આ બોટને દરિયાકાંઠે લાવી પંચનામું કરવાની તજવીજ હાથ ધરાઈ છે.