પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ભારતીય બોટ પર ફાયરિંગ કરીને દરિયામાં ડુબાડી
Pakistan Marine Firing On Gujarat Boat : પાકિસ્તાન મરીનનું ગુજરાતના દરિયા નજીક ફાયરિંગ... મોડીરાત્રિએ પાક. મરીને ફાયરિંગ કરતાં ઓખાની બોટ ડૂબી ગઈ, ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારોને બચાવી લીધા
Kutch News : પાડોશી દેશ પાકિસ્તાન સતત નાપાક હરકતોથી ભારતને હેરાન કરતું રહે છે. ગુજરાતના અનેક માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. ત્યારે અરબી સમુદ્રમાં ફરીથી પાકિસ્તાન મરીને ભારતીય બોટ અને માછીમારોને નિશાન બનાવ્યા હતા. ઓખાના દરિયામાં પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બોટ દરિયામાં ડૂબી ગઈ હતી.
ભારતીય કોસ્ટગાર્ડે બચાવ્યો જીવ
અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની છે. મોડી રાતે ભારતીય જળ સીમા નજીક ઓખાની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં બોટ દરિયામાં ડુબી હતી. સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ડૂબતા માછીમારોને બચાવી લેવાયા હતા.
આ બનાવની કોસ્ટગાર્ડને જાણ થતા જ તે તાત્કાલિક મદદે પહોંચ્યું હતું. તમામ માછીમારોને બચાવી લેવાયા છે. મોડી રાતે ઘટના બની હતી, આજે માછીમારોને દરિયાકાંઠે લેવામાં આવશે. આ ઘટનાને પગલે અન્ય માછીમારોમાં ભય ફેલાયો છે.
કરણી સેનાના રાજ શેખાવતની મોટી જાહેરાત, લોરેન્સ ધમકી આપે તો આ નંબર પર ફોન કરજો
બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાત કનેક્શન નીકળ્યું, આણંદના શખ્સે મર્ડરમા કરી હતી મદદ