Kutch ના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટીનું જેકેટ મળી આવતા ચકચાર
પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી (Pakistan Marine Security) નો બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યું છે.
રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: ગુજરાતનો દરિયાકાંઠો સૌથી લાંબો છે. જ્યારે પાકિસ્તાન અવારનવાર ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા હોય છે. ત્યારે કચ્છ (Kutch) ના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી (Pakistan Marine Security) નું જેકેટ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી (Pakistan Marine Security) નો બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યું છે. સ્ટેટ આઈબી (State IB) દ્વારા બાતમી અપાઈ હતી. જખૌ મરીન પોલીસે (Police) પાક સિક્યોરિટીનું જેકેટ કબજે કરી લીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર ચરસ જ મળતા હત હવે જેકેટ આવતા ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube