પાકિસ્તાનના બે રેસલર્સે ગુજરાતીઓને કુત્તા, સુવ્વર કહીને ધમકીભર્યો વીડિયો મોકલ્યો
પાલનપુરમાં AWE રેસલિંગ સ્પર્ધાનો વિવાદ વકરતો જાય છે. પાકિસ્તાની રેસલરોએ એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તે ગુજરાત વિશે અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે. ત્યારે આ મામલે રેસલિંગ સ્પર્ધાના આયોજકો સામે આવ્યાં છે. તેમણે ગુજરાતની ગરિમા જળવાય તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં હવે પછીની સ્પર્ધામાં પાકિસ્તાની રેસલરોને ભાગીદાર બનાવવામાં આવશે નહીં.
અલ્કેશ રાવ/પાલનપુર : પાલનપુરમાં AWE રેસલિંગ સ્પર્ધાનો વિવાદ વકરતો જાય છે. પાકિસ્તાની રેસલરોએ એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તે ગુજરાત વિશે અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે. ત્યારે આ મામલે રેસલિંગ સ્પર્ધાના આયોજકો સામે આવ્યાં છે. તેમણે ગુજરાતની ગરિમા જળવાય તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં હવે પછીની સ્પર્ધામાં પાકિસ્તાની રેસલરોને ભાગીદાર બનાવવામાં આવશે નહીં.
આગામી 6 જાન્યુઆરીના રોજ પાલનપુર ખાતે આંતરરાષ્ટ્રીય રેસિલંગ કોમ્પિટિશન યોજાનાર છે. આ સ્પર્ધામાં બે પાકિસ્તાની રેસલર ભાઈઓ ફિરોઝ ખાન અને ફારુક ખાન ભાગ લેવાના છે. ત્યારે તેઓએ સ્પર્ધા પહેલા જ ગુજરાતીઓને ધમકી આપતો વીડિયો બનાવ્યો છે. આ વીડિયો વાઈરલ થતા હાહાકાર મચ્યો છે. બંને રેસલર ભાઈઓ પાલનપુરા વતની એવા રવિ પ્રજાપતિને ધમકી આપી રહ્યાં છે. બંનેએ ગુજરાતીઓ વિશે અભદ્ર કહી શકાય તેવી ટિપ્પણીઓકરી છે. આ વીડિયો ઝડપભેર વાઈરલ થતા પાલનપુરવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમજ હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આવેદન પત્ર આપીને કહ્યું હતુ કે, જો આ રેસલ ભાઈઓ ગુજરાતમાં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. જેના બાદની જવાબદારી તંત્રની રહેશે. તેથી પાકિસ્તાની રેસલરના વીઝા કેન્સલ કરવામાં આવે.
શું છે વીડિયોમાં....
વીડિયોમાં પાકિસ્તાનના રેસલર ભાઈઓએ પાલનપુરના આકેસણ ગામના રેસલર રવિ પ્રજાપતિને પડકાર ફેંક્યો છે. બંને ભાઈઓ ફારુક ખાન અને ફિરોઝ ખાન ગુજરાતીઓને તથા રવિ પ્રજાપતિને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યાં છે. બંનેએ વીડિયોમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. આ બન્ને ભાઇઓએ રવિ પ્રજાપતિની કુતરા સાથે સરખામણી કરી છે. તેમજ ગુજરાતીઓને નામાકલ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. બંનેએ વીડિયોમાં કહ્યું કે, તેરે જૈસે લોગ મેરે જૂતે કે નીચે રહેતે હૈ. ઉન લોગો કે બીચ તુજે કુત્તા બનાઉંગા. આ રહે હૈ ફારુક ખાન ઓર મેરા ભાઈ ફીરોઝ ખાન તુજે કુત્તા બનાને. ગુજરાતીઓ તુમ્હે અંદાજા નહિ હે... હમ પાકિસ્તાની લોગો કી તાકાત કે બારે મેં... તુમ લોગો કા રાજા હૈ ના...બૈહૂદા, બેલજ્જત, બેશર જો રાજા હૈ... લાલ ડંડા લેને સે કોઈ રાજા નહિ બન જાતે... ગુજરાત...અચ્છે દિન અબ આયેંગે....
ત્યારે વીડિયોના વિવાદ બાદ સ્પર્ધાના આયોજકોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની રેસલર્સને આ સ્પર્ધામાં ભાગીદાર નહિ બનાવાય. ગુજરાતની ગરિમા જાળવવા માટે આયોજકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.