Breaking News હિતેન વિઠ્ઠલાણી/અમદાવાદ : ગુજરાત પોલીસ એન્ટી ટેરરિઝમ સ્ક્વોર્ડ (ATS) એ મિલિટરી ઈન્ટેલિજન્સ (MI) દ્વારા આપવામાં આવેલા ચોક્કસ ઈનપુટના આધારે તારાપુર (ગુજરાત) ખાતેથી લાભશંકર મહેશ્વરી નામના 53 વર્ષના જાસૂસી એજન્ટની ધરપકડ કરી છે. આ પાકિસ્તાની જાસૂસની પ્રાથમિક પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આ જાસૂસે ભારતની જ નાગરિતા મેળવીને ભારત સાથે દગો કર્યો. લાભશંકર મહેશ્વરીએ 2006માં ભારતીય નાગરિકતા મેળવી લીધી હતી અને કચ્છમાં સાસરિયાના ઘરે રોકાઈને પાકિસ્તાની હિન્દુએ જાસૂસીનો ખેલ કર્યો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે વ્યક્તિ પાકિસ્તાનથી આવ્યો હતો અને ગુજરાત એટીએસ દ્વારા જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તેને 2006 માં નાગરિકતા મળી હતી. આ પછી તે 2022ની શરૂઆતમાં પોતાના માતા-પિતાને મળવા પાકિસ્તાન ગયો હતો. વિઝા પ્રક્રિયા દરમિયાન અને તેના માતા-પિતાના ઘરે દોઢ મહિનાના રોકાણ દરમિયાન કથિત રીતે તેનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું.


પાકિસ્તાનને આપણી ગુપ્ત માહિતી મોકલતો એજન્ટ ગુજરાતમાંથી પકડાયો


ગુજરાત ATSએ તારાપુરમાંથી પાકિસ્તાની જાસૂસ એજન્ટની ધરપકડ કરી છે. તેની ધરપકડ બાદ તેના રહસ્યો ખોલવા માટે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી લાભશંકર મહેશ્વરી મૂળ પાકિસ્તાની હિન્દુ છે. જે 1999માં પોતાની પત્ની સાથે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે ભારત આવ્યા હતા. શરૂઆતમાં તેઓ તારાપુરમાં તેમના સાસરિયાંના ઘરે રોકાયા હતા. તેણે ત્યાં ઘણી દુકાનો ખોલી અને સારો બિઝનેસ કર્યો.


લાભશંકરને 2006માં ભારતની નાગરિકતા મળી હતી. આ પછી તે 2022ની શરૂઆતમાં પોતાના માતા-પિતાને મળવા પાકિસ્તાન ગયો હતો. વિઝા પ્રક્રિયા દરમિયાન અને તેના માતા-પિતાના ઘરે દોઢ મહિનાના રોકાણ દરમિયાન કથિત રીતે તેનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. ત્યારથી તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં છે.


પોલીસે એમ પણ જણાવ્યું કે વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યા બાદ આરોપીએ સિમ કાર્ડ પાકિસ્તાન મોકલ્યું હતું અને તેના બદલામાં તેને પૈસા પણ મળ્યા હતા. એમઆઈ, ગુજરાત એટીએસ અને એરફોર્સ ઈન્ટેલિજન્સ આને મોટી સફળતા માની રહ્યા છે.


કચ્છનું ધોરડો બન્યું શ્રેષ્ઠ પ્રવાસન ગામ, 1000થી ઓછી છે આ ગામની વસ્તી, જાણો કારણો


પોલીસના જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટ પહેલા એક વોટ્સએપ નંબર દ્વારા સુરક્ષા દળોના જવાનોના એન્ડ્રોઈડ મોબાઈલ હેન્ડસેટમાં 'હર ઘર તિરંગા અભિયાન'ના નામે 'apk' એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો મેસેજ આવ્યો હતો. આ ઉપરાંત આર્મી સ્કૂલના અધિકારીઓ દ્વારા તે નંબરો પર મેસેજ પણ મોકલવામાં આવ્યા હતા કે લોકોએ તેમના બાળક સાથે રાષ્ટ્રધ્વજની તસવીર અપલોડ કરવી જોઈએ.


અમદાવાદીઓ માટે નવી સુવિધા : આ રુટ વચ્ચે દોડશે હનુમાન એક્સપ્રેસ, માત્ર 5 રૂપિયા ટિકિટ


તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાભશંકર મહેશ્વરીએ આ ભારતીય નંબર પાકિસ્તાની ગુપ્તચર એજન્સીને આપ્યો હતો. આરોપીના મોબાઈલની ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે આ વોટ્સએપ નંબરનો ઉપયોગ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના લોકો કરતા હતા અને તેમના મોબાઈલમાંથી ગુપ્ત માહિતી મેળવવા માટે સુરક્ષા કર્મચારીઓના મોબાઈલ હેક કરી રહ્યા હતા.


એવી પણ શંકા છે કે પાકિસ્તાની એજન્સી આર્મી પબ્લિક સ્કૂલ (APS)ની વેબસાઈટ અથવા એન્ડ્રોઈડ એપ્લીકેશન 'Digicamps' જેનો ઉપયોગ ફી જમા કરાવવા માટે થાય છે. તેના દ્વારા એપીએસના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે સંબંધિત માહિતી મેળવવામાં સફળતા મળી છે. APS એ એવી શાળાઓ છે જે આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી (AWES) હેઠળ આવે છે, જે ભારતીય સેનાના સહયોગમાં એક ખાનગી સંસ્થા છે.


અમદાવાદીઓ માટે નવી સુવિધા : આ રુટ વચ્ચે દોડશે હનુમાન એક્સપ્રેસ, માત્ર 5 રૂપિયા ટિકિટ