ગુજરાત ATS અને કોસ્ટગાર્ડને મળી મોટી સફળતા, 300 કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ
ગુજરાતના દરિયાઈ માર્ગેથી ભારતમાં ડ્રગ્સ અને હથિયાર ઘૂસેડવાના પાકિસ્તાનના ઈરાદા પર ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે પાણી ફેરવી દીધુ છે. કોસ્ટગાર્ડ અને એટીએસના ઓપરેશનમાં ડ્રગ્સ, હથિયારો અને દારૂગોળા સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે.
અમદાવાદઃ ભારતીય તટરક્ષક દળ (ICG) એ ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી છે. આ બોટમાં હથિયાર, દારૂગોળો મળી આવ્યો છે. આ સાથે 40 કિલો નાર્કોટીક્સ પણ મળી આવ્યું છે. જેની કિંમત 300 કરોડ રૂપિયા થાય છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડને મોટી સફળતા મળી છે.
25/26 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન, ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર, ICG એ કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન (IMBL) ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે વ્યૂહાત્મક રીતે તેના ICGS અરિંજય જહાજને પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 26 ડિસેમ્બરે વહેલી સવારે એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડ દ્વારા આ બોટને ઝડપી લેવામાં આવી હતી.
ગુજરાતમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત આ શહેર બન્યું એલર્ટ, લોકોને આપી આ ચેતવણી
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમું સંયુક્ત ઓપરેશન છે. ગુજરાતમાંથી ડ્રગ્સની ઘુષણખોરીની ઘટનાઓ સામે આવ્યા બાદ એટીએસ ખુબ એક્ટિવ થઈ ગઈ છે. આ ગાળામાં 44 પાકિસ્તાની, 7 ઈરાની લોકો, 1930 કરોડ રૂપિયાનું 346 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube