મુજે માશુકાકો મિલને પાકિસ્તાન જાના હૈ વિઝા ચાહીએ... કાશ્મીરથી કચ્છ પહોંચ્યો પાગલપ્રેમી, ચોંકી ગઈ પોલીસ
Love Story: ગદ્દર! પાકિસ્તાની માશુકાને મળવા કાશ્મીરથી કચ્છ પહોંચ્યો પાગલપ્રેમી, પોલીસ પાસે માંગ્યા પાકિસ્તાનના વિઝા! પકડાયેલાં યુવકે વિઝા માંગતાની સાથે ખાવડા પોલીસ ચોંકી ગઈ.
Love Story: કશ્મીરથી કચ્છના ખાવડા આવીને એક યુવક અહીંના લોકોને પૂછે છે કે, અહીંથી પાકિસ્તાનમાં મુલતાન કેવી રીતે જઈ શકાશે. એટલે વાત પછી પોલીસ સુધી પહોંચે છે. યુવક તો સીધો પોલીસને પણ પૂછે છે મુજે માશુકા સે મિલને પાકિસ્તાન જાના હૈ...વિઝા ચાહિએ... અને ત્યારબાદ આ કહેવાતા પાગલ પ્રેમીને પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવે છે. આ કહાની એકદમ ફિલ્મી છે. તમને તારાસિંહ અને સકિના વાળી ગદર ફિલ્મ યાદી આવી જશે.
સોશિયલ મીડિયાને રવાડે ચઢીને લોકો અવનવા કરતૂત કરતા જોવા મળી રહ્યા છે તેવામાં એક અજીબ કહી શકાય તેવી ઘટના ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બની છે. પાકિસ્તાની પ્રેમિકાને પામવા માટે સામે પાર જવા માટે કચ્છની બોર્ડર ક્રોસ કરવા માટે આવેલા એક કાશ્મીરી યુવકને કચ્છની પોલીસે દબોચી લીધો હતો.
કહાની ફિલ્મી હૈ...ક્યાં ફિર હોગા ગદર?
તારાસિંગ અને પાકિસ્તાની સકીનાની ગદરની પ્રેમકહાની તો બધાને યાદ હશે પણ હવે આવી જ એક કહાની કચ્છ સુધી આવી છે. જીહાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેતી આલિયાને મળવા માટે કશ્મીરી યુવક ઈમ્તિયાઝ ગુગલ મેપથી કચ્છ સરહદે પહોંચી ગયો.
નોટીફાઇડ એરિયાના નિયમ ભંગ અંગે પોલીસ પાસે છે નથી કોઈ જ્ઞાન? ના દાખલ કર્યો કોઈ ગુનોઃ
ભુજથી ખાવડા તરફ જતા ભીરંડિયારા ચેક પોસ્ટ પછીનો વિસ્તાર નોટીફાઈડ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલો છે. મતલબ કે ત્યાં સ્થાનિક અને અહીં નોકરી કરતા લોકો સિવાયના લોકોએ જવા માટે કચ્છ DM કે SDM ઓફિસમાંથી મંજૂરી લેવાની હોય છે. કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસીઓને પણ આ પ્રકારની મંજૂરી લેતા હોય છે. આવા સંજોગોમાં કોઈ વ્યક્તિ, એ પણ કાશ્મીરમાંથી પાકિસ્તાન જવા માટે ખાવડા આવતી હોય તો તેની સામે નોટીફાઈડ એરિયાની મંજૂરીના ભંગ બદલ કાર્યવાહી કરવી જોઈતી હતી. પાકિસ્તાની આલિયાને મળવા કાશ્મીરથી કચ્છ આવેલો ઈમ્તિયાઝ શેખ ખાવડામાંથી ઝડપાયો, પોલીસે ગુન્હો દાખલ કર્યા વિના જવા દીધો!
કઈ રીતે યુવતીની સાથે આવ્યો સંપર્કમાં?
ઇન્સ્ટાગ્રામ ઉપર પાકિસ્તાની મહિલા ડોક્ટર આલિયાને જોઈને પાગલ બની બની ગયો હતો કાશ્મીરી ઈમ્તિયાઝ, કચ્છથી મુલતાન નજીક હોવાથી દિલ્હી થઈને ખાવડા વાયા વડોદરા,અમદાવાદ, ભુજ થઈને આવેલો હોવાની માહિતી પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવી હતી. બે ભાઈ-ચાર બહેનમાં ઈમ્તિયાઝ એકલો જ કુંવારો છે. જેથી તે હાલ પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી ચુક્યો હોય તેવું પોલીસને પ્રતિત થયું હતું. પોલીસે ઈમ્તિયાઝની અંગજડતી લેતા તેની પાસેથી તેનું આધાકાર્ડ અને રોકડા રૂપિયા 270 મળી આવ્યાં હતાં.
ઇન્સ્ટાગ્રામમાં પાકિસ્તાની ખુબસુરત મહિલા ડોક્ટરના એક તરફી પ્રેમમાં પાગલ બની ગયેલો કાશ્મીરનો ઈમ્તિયાઝ દિલ્હી થઈને ખાવડા વાયા વડોદરા - ભુજ થઈને આવ્યો હતો. 24મી સપ્ટેમ્બર, મંગળવારે પોલીસે તેને ઝડપી લીધા BSF ઉપરાંત જુદી જુદી ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. કાશ્મીરમાં તેની સ્થાનિક પોલીસની ખરાઈ બાદ બુધવારે તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. જો કે ખાવડા પોલીસે તેની સામે મંજૂરી વિના નોટીફાઈડ એરિયામાં પ્રવેશ કરવાના કેન્દ્ર સરકારના નિયમનો ઉલ્લંઘન કરવા બદલ કોઈ કાર્યવાહી કરી ન હતી. જેને પગલે ગુજરાતના સરહદી વિસ્તારમાં પોલીસની કામગીરીની ગંભીરતા અંગે પણ સવાલો થઇ રહ્યા છે.
પાકિસ્તાની પ્રેમીકાને મળવા બોર્ડર સુધી પહોંચી ગયો યુવકઃ
પાકિસ્તાની આલિયાને મળવા માટે તમામ હદો વટાવીને ગુગલ મેપની મદદથી કાશ્મીરથી છેક કચ્છ સરહદ સુધી પહોંચી ગયો ઈમ્તિયાઝ. કચ્છના ખાવડાથી ખુબ જ નજીક છે ભારત-પાકિસ્તાન બોર્ડર. એટલું જ નહીં આ યુવકે સીધું જ પોલીસને કહી દીધું કે, મારી મારી પ્રેમીકાને મળવા માટે પાકિસ્તાનમાં જવું છે. મુજે મેરી માશુકાશે મિલનેકા હૈ, મુજે પાકિસ્તાન કા વિઝા ચાહિએ. પુલિસ મે સે પાકિસ્તાન કા વિઝા ચાહિએ. મેરી દાઢી બઢ ગઈ હૈ મેં કરવા લું, મેરી માશુકા દેખેગી તો કૈસા લગેગા. યુવકની આ બધી વાતો સાંભળીને અવાક રહી ગઈ કચ્છ પોલીસ...
શું પોલીસને પાગલ બનાવી રહ્યો છે આ પાગલપ્રેમી?
44 વર્ષનો કાશ્મીરી ઈમ્તિયાઝે એમ.એડ. સુધીનો અભ્યાસ કરેલો છે તેવું તેણે પોલીસને જણાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલતાનમાં રહેતી આલિયા શોએબ નામની એક મહિલા ડોક્ટરના એકતરફી પ્રેમમાં છે એટલે કચ્છની બોર્ડર ક્રોસ કરીને આલિયાને મળવા માટે પાકિસ્તાન જવા માટે તે અહીં આવ્યો હોવાનું પણ તેણે કબુલ્યું છે. સવાલ એ થાય કે, માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કરેલી ભારતીય વ્યક્તિને એટલી ખબર નહીં હોય કે, આ રીતે બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન ન જવાય? તે પોતે પાગલ છેકે, પછી પોલીસને પાગલ બનાવે છે એ મોટો સવાલ છે.
શું છે આ યુવકનું બેકગ્રાઉન્ડ?
ભારતના હિસ્સામાં રહેલાં કાશ્મીરના બાંદીપુર જિલ્લાના ગુંડ જહાંગીર ગામનો રહેવાસી છે ઈમ્તિયાઝ શેખ. ઈમ્તિયાઝની ઉંમર હાલ 44 વર્ષની છે. આ યુવક ખાવડામાં જુદા જુદા લોકોને પાકિસ્તાન જવા માટે પૂછપરછ કરી રહ્યો હતો. ત્યારે ઈમ્તિયાઝ અહીંની ઇન્ટેલિજન્સ એજન્સીના ધ્યાનમાં આવ્યો હતો. ત્યારબાદ તેને તરત ખાવડા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની પોલીસ સહીત BSF અને અન્ય ગુપ્તચર સંસ્થાઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તેની પાસેથી કાશ્મીરનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ઉપરાંત J&K બેન્કનું ATM ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. કાશ્મીરમાં તેણે બતાવેલા સરનામે પણ ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેને આધારે તે કાશ્મીરી હોવાનો પુરાવાઓ મળ્યા હતા.