ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનો બ્લોગ હેક, પાકિસ્તાન જિંદાબાદના સ્લોગન દેખાયા
પુલાવામા એટેક બાદ ભારતીય હેકર્સ પાકિસ્તાનની 200થી વધુ વેબસાઈટ હેક કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો તેની સામે ભારતની પણ કેટલીક વેબસાઈટ હોવાની માહિતી સામે આવી હતી. જેમાં ગુજરાતની પણ વેબસાઈટ હોવાનું કહેવાય છે. ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનું પણ બ્લોગ એકાઉન્ટ હેક કરાયું છે.
કિંજલ મિશ્રા/ગાંધીનગર : પુલાવામા એટેક બાદ ભારતીય હેકર્સ પાકિસ્તાનની 200થી વધુ વેબસાઈટ હેક કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો તેની સામે ભારતની પણ કેટલીક વેબસાઈટ હોવાની માહિતી સામે આવી હતી. જેમાં ગુજરાતની પણ વેબસાઈટ હોવાનું કહેવાય છે. ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનું પણ બ્લોગ એકાઉન્ટ હેક કરાયું છે.
ફૂલ નહિ તો ફૂલની પાંખડી : સુરતના દિવ્યાંગે શહીદોના પરિવારને મદદ કરી આપ્યું મોટું ઉદાહરણ
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનો બ્લોગ પાકિસ્તાની હેકર્સ દ્વારા હેક કરાઈ છે. બ્લોગ હેક કરાયા બાદ તેના પર પાકિસ્તાન જિંદાબાદના સ્લોગન દેખાયા હતા. ત્યારે આ વિશે આઈ. કે જાડેજાએ કહ્યું કે, મારા બ્લોગમાં કોઈએ પાકિસ્તાન જિંદાબાદનું સૂત્ર મૂક્યું છે. આ કોઈ હેકર્સ કૃત્ય છે. આ બાબત અત્યંત ખેદનીય કૃત્ય છે. હું તરત કાર્યવાહી કરીને તેને ડિલીટ કરી રહી છું. આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ અસમાજિક તત્વોએ કરી છે.
[[{"fid":"203706","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"IKJadejaBJP.jpg","field_file_image_title_text[und][0][value]":"IKJadejaBJP.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"IKJadejaBJP.jpg","field_file_image_title_text[und][0][value]":"IKJadejaBJP.jpg"}},"link_text":false,"attributes":{"alt":"IKJadejaBJP.jpg","title":"IKJadejaBJP.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
ઉલ્લેકનીય છે કે, પાકિસ્તાની હેકર્સ દ્વારા હેક કરાયેલી ભારતીય વેબસાઈટ પર હથિયારો સાથેના આતંકીઓના ફોટો મૂકાયા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપીને અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કરાયો છે. કહેવાય છે કે, આ વેબસાઈટ હેક એ હેકિંગનો જવાબ હતો જે ભારતીય હેકર્સ દ્વારા પાકિસ્તાનની વેબસાઈટ પર કરાયો હતો. ભારતીય હેકર્સે પાકિસ્તાનની 200થી વધુ વેબસાઈટ હેક કરીને ચેતવણી આપી હતી કે, ભારત ક્યારેય આ હુમલાને નહિ ભૂલી શકે. અંદાજે 200 જેટલી પાકિસ્તાની વેબસાઈટ ખોલવા પર મીણબત્તી સળગતી દેખાતી હતી. સાથે જ ભારતીય વાયુસેનાના લડાકુ વિમાન ત્રિરંગોના ધુમાડા સાથે ઉડાન ભરતા પણ નજર આવ્યા હતા.