અતુલ તિવારી/અમદાવાદ :હાલ દેશમાં નાગરિકતા સંશોધન બિલ (citizen amendment bill) નો મુદ્દો ચર્ચામાં છે. રાજ્યસભાથી લઈને ચાની કીટલી પર હાલ આ જ બાબની ચર્ચા થઈ રહી છે. ક્યાંક તેને વખોડવામાં આવી રહ્યું છે, તો ક્યાંક તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશના પૂર્વોત્તર ભાગમાં તો આ બિલને લઈને ભડકો થયલે છે. ત્યારે અમદાવાદમાં પાકિસ્તાન (Pakistan) થી આવીને વસેલા 300 જેટલા હિન્દુ પરિવારોએ આ બિલને આવકાર્યું છે. જાણીએ તેમના જ શબ્દો કે, તેઓ આ બિલને કેવુ સમર્થન આપે છે. તેઓને આશા છે કે તેઓને પણ જલ્દીથી નાગરિકા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : ગુજરાતના આ શહેરમાં વેચાઈ રહી છે માત્ર 14 રૂપિયા કિલોના ભાવે ડુંગળી 


સરદાર નગર વિસ્તારમાં પાકિસ્તાનથી આવીને વસેલા પરિવારોએ નાગરિકતા સંશોધન બિલને આવકારીને ખુશી વ્યક્ત કરી છે. વર્ષ 2008માં ઘેરા સમાજના કુલ 500 જેટલા લોકો પાકિસ્તાનથી જીવ બચાવીને ભારત આવ્યા હતા, અને તેઓએ ભારતમાં શરણ લીધી હતી. આ તમામ લોકો મોના બાવ, જોધપુર, રાજસ્થાન બોર્ડરથી ભારતમાં પ્રવેશ્યો હાલ તમામ લોકો રેસિડેન્ટ પરમીટ સાથે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે. પોલિસ કમિશનર કચેરી ખાતેથી દર બે વર્ષે તેઓના વિઝા અપડેટ કરાવવામાં આવે છે. પાકિસ્તાનમાં આવેલા સિંધના હૈદરાબાદ અને કરાચી શહેરમાં ઘેરા સમાજના લોકો વસતા હતા, પરંતુ 300 જેટલા પરિવારજનોના મકાન વર્ષ 2008ના વર્ષમાં સળગાવી દેવાયા બાદ તેઓ જીવ બચાવી ભારત આવ્યા હતા. આ સમાજના લોકો પાકિસ્તાનમાં ગારમેન્ટ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ત્યારે હવે અમદાવાદના સરદારનગરમાં પણ કાપડ સાથે સંકળાયેલો વ્યવસાય કરીને નવુ જીવન શરૂ કર્યું છે. 


GTUએ લોન્ચ કર્યા 9 નવા કોર્સ, જે તમારા માટે નવી નોકરીના દરવાજા ખોલશે 


પાકિસ્તાનમાં આ હિન્દુ ધર્મના ઘેરા સમાજના લોકોને મારવામાં આવતા હતા. તેઓને ઘંઘો પણ કરવા દેવામાં આવતો ન હતો. તેમજ જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરવા મજબૂર કરાતા હાત. તેમના સમાજના બે બાળકીને મારી દેવાઈ હતી અને તેમની લાશને કોથળામાં મોકલવામાં આવી હતી. તેમના બાળકોને શાળામાં પ્રવેશ અપાતો ન હતો. તો બીજી તરફ મહિલાઓને પણ બુરખો પહેરવા મજબૂર કરાતી હતી. મહિલાઓને કિડનેપ કરીને તેમના ધર્મ પરિવર્તન કરાવવામાં આવતી, તેમના નિકાહ કરાવી દેવાતા અને ત્યારબાદ દીકરી ક્યાં જતી તેની પણ જાણકારી મળતી ન હતી.


જુગાડ: એક કિલો પ્લાસ્ટિક આપો, અને ડુંગળી-દાળ-તેલ લઈ જાઓ...


છેલ્લો પરિવાર વર્ષ 2017માં ભારતમાં આવ્યો, જેમાં પતિ-પત્ની અને 7 બાળકો સહિત 9 લોકો સામેલ હતા. અમદાવાદમાં વસતા આ પરિવારોમાંથી હજુ સુધી માત્ર એક મહિલાને સિટીઝનશીપ આપવામાં આવી છે. 2018માં આ સિટીઝનશિપ આપવામાં આવી હતી. પાકિસ્તાનના હૈદરાબાદમાં આશરે હજુ પણ આ સમાજના આશરે 5 હજાર લોકો વસવાટ કરી રહ્યા છે. અશિક્ષિત, ગરીબી અને જાણકારીના અભાવે ભારત આવવા ઇચ્છતા આ હિન્દુઓ ઈચ્છીને પણ ભારતી આવી શક્તા નથી. આશરે 75 પરિવારના 500 જેટલા લોકો સરદારનગરમાં આવીને વસવાટ કરી રહ્યા છે. 


ગુજરાતના મહત્વના સમાચાર જાણવા કરો ક્લિક....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube