CAA લાગુ થતા ખુશ થયા ગુજરાતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ, 1200 લોકોને મળશે નાગરિકતા
Citizenship Amendment Act : દેશમાં CAA લાગુ કરાતા પાકિસ્તાનથી મોરબીમાં સ્થાયી થયેલા હિન્દુ પરિવારોએ કેન્દ્ર સરકારના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી... કહ્યું કે, સરકારે દેશમાં CAA લાગુ કર્યાના નિર્ણયથી અમે ખુબ જ ખુશ છીએ...મોદીજીએ જે કહ્યું તે કરી બતાવ્યું
Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : પાકિસ્તાન દેશમાંથી છોડીને છેલ્લા વર્ષોમાં અનેક હિન્દુ પરિવારો ભારત દેશના જુદાજુદા રાજ્યોમાં સ્થાયી થયા છે. ત્યારે સીએએ બિલને લાગુ કરવામાં આવે તેની છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા ગઇકાલે દેશમાં સીએએ બિલને લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી હવે મોરબી જિલ્લામાં નાની વાવડી સહિતના જુદાજુદા વિસ્તારમાં રહેતા 1200 જેટલા પાકિસ્તાની શરણાર્થીઓમા હર્ષની લાગણી જોવા મળી છે. તેઓને હવે ભારતીય નાગરિત્વ મળશે તે માટે ભારત સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યાં છે.
મોરબી જિલ્લામાં જ 1200 થી વધુ મૂળ પાકિસ્તાની હિન્દુઓ
દુનિયામાં ભારતનો કટ્ટર દુશ્મન દેશ જો કોઈ હોય તો તે છે પાકિસ્તાન તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. તેમ છતાં મૂળ પાકિસ્તાનીઓને ભારત દેશમાં રહેવામાં માટેની સગવડો આપવામાં આવી રહી છે. આ વાત સાંભળીને ચોકી જવાની જરૂર નથી. કેમ કે, છેલ્લા વર્ષોમાં ઘણા પાકિસ્તાની હિન્દુ પરિવારો પાકિસ્તાનથી સ્થળાંતર થઈને ભારત દેશના જુદાજુદા રાજ્યોમાં આવીને વસવાટ કરી રહ્યા છે. ખેતી કામ તેમજ નાના મોટી દુકાનો કરીને તેમાંથી શાંતિપૂર્વક ધંધા રોજગાર મેળવી રહ્યા છે. જો વાત કરીએ તો, માત્ર મોરબી જિલ્લામાં જ 1200 થી વધુ મૂળ પાકિસ્તાની હિન્દુઓ રહે છે અને સરકારે સીએએને લાગુ કર્યું છે, ત્યારે મોરબી જિલ્લામાં રહેતા પાકિસ્તાનથી સ્થળાંતર થઈને આવેલા લોકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.
નીતિન કાકાની જેમ સમય પારખી ગયેલા કોંગ્રેસના આ નેતાઓએ પણ ચૂંટણી લડવાની ના પાડી
ભારતીય નાગરિકતા મળશે
મોરબી જિલ્લાના નાની વાવડી ગામ સહિતના જુદાજુદા ગામોમાં 1200 જેટલા મૂળ પાકિસ્તાની નાગરિકો તેના પરિવાર સાથે રહે છે. અને છેલ્લા ઘણા વર્ષોથી તે ભારતીય નાગરિકતા મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. જો કે, પહેલા વર્ષો વીતી જાય તો પણ આ લોકોને ભારતીય નાગરિકતાના સર્ટીફિકેટ મળતા ન હતા. જો કે, કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા, પછી ધડાધડ જે રીતે કાયદામાં ફેરફારો કરવામાં આવી રહ્યાં છે, તેનાથી લોકોને ઘણો ફાયદો થઈ રહ્યો છે. જે લોકો વર્ષોથી પાકિસ્તાનથી મોરબી જિલ્લામાં આવીને સ્થાયી થયા છે, તે તમામ લોકોને ભારતીય નાગરિકતાના સર્ટીફિકેટ મેળવવા માટે હેરાન થવું પડતું હતું. જો કે, હવે સીએએ લાગુ થવાથી તેઓને સરળતાથી ભારતીય નાગરિકતા મળી રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
સાબર ડેરી : 15 બિનહરિફ પણ એકમાં ચૂંટણી થઈ તો કોંગ્રેસનો ઉમેદવાર જીત્યો, ભાજપને ઝટકો
અમે પાકિસ્તાનમાં સલામત ન હતા
પાકિસ્તાનથી આવેલા હિન્દુઓ કહે છે કે, અમે પાકિસ્તાનમાં રહેતા હતા ત્યારે ધંધા રોજગારમ ધર્મ કે પછી તેઓની બહેન દીકરીઓની સલામતી ન હતી. જેથી અમને પાકિસ્તાન અમારી જન્મભૂમિ હોવા છતાં છોડવી પડી છે. જો કે, ગુજરાતમાં આવીને આજે જ્યારે સુખ અને શાંતિથી કોઇપણ પ્રકારના ભય વગર ધંધો કરી રહ્યા છે અને હવે કેન્દ્ર સરકારે સરળતાથી ભારતીય નાગરીકતા મળે તેવી વ્યવસ્થાના ભાગરૂપે સીએએ લાગુ કર્યું છે તો અમને ખુશી અનુભવાઈ છે. આજની તારીખે પાકિસ્તાનમાંથી ઘણા હિન્દુ પરિવાર તેમની જન્મ ભૂમિ પાકિસ્તાનને છોડીને આવવા ઈચ્છી રહ્યા છે. તેઓને હવે ભારત આવવા માટે મોકળું મેદાન થઈ ગયું છે.
સોમવારે સૂર્યના તડકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર છે, અસલી ગરમી તો હવે પડશે