કચ્છ: રાજ્યમાં હાઇ એલર્ટ વચ્ચે કચ્છની બોર્ડર પર બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાવડા 1050 પિલર પાસેથી ભારતમાં ઘૂસણખોરી કરતા પાકિસ્તાની શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે બીએસએફ દ્વારા તેમનો કબ્જો લઈ વધુ તપાસ અર્થે બોર્ડર વિસ્તાર પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આવતી કાલથી ધો.10-12ના 18 લાખ વિદ્યાર્થીઓ ત્રીજી આંખની નજર હેઠળ આપશે પરીક્ષા


પુલવામા થયેલા આતંકી હુમલાનો એર સટ્રાઇક દ્વારા વળતો પ્રહાર કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. જેને લઇ બને દેશોની સરહદ વિસ્તાર પર હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત અને પાકિસ્તાનને અડીને આવતી બે સરહદ પર આતંકીઓ દ્વારા કોઇના કોઇ માર્ગ દ્વારા સરળતાથી ઘૂસણખોરી કરવામાં આવી શકે છે.


હીરાના કારખાનાઓથી ધમધમતુ હતુ ગુજરાતનું આ ગામ, આજે થઇ ગયું ખાલીખમ


સરહદ પર હાઇ એલર્ટ વચ્ચે પાકિસ્તાની શખ્સ ઝડપાતા સુરક્ષા કર્મીઓ અને ગુપ્તચર એજન્સિઓ હાઇ એલર્ટ થઇ ગઇ છે. હાલ આ ઘટનાને પગલે ઝડપાયેલા પાકિસ્તાની શખ્સનું બીએસએફ દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે અને સરહદીય વિસ્તારનું સઘંન પેટ્રોલિંગ શરૂ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...