હનીફ ખોખર/ જૂનાગઢ: રમત ગમતની દુનિયામાં ગોલ્ફ એક એવી રમત છે. જેમાં ખેલાડીઓએ પરિપક્વતા કેળવવી પડે છે. ભલભલા ખેલાડીઓ પણ ગોલ્ફ જેવી રોયલ રમતમાં વર્ષોની પ્રેક્ટિસ પછી સિદ્ધિ મેળવી શકતા હોય છે ત્યારે આ રમતમાં ગુજરાતની એક આઠ વર્ષની બાળકીએ ગોલ્ફમાં અનોખી મહારત મેળવી છે. મૂળ જૂનાગઢની અને હાલ અમદાવાદમાં રહેતી પલ શીંગાળા અમેરિકામાં યોજાતી યુ એસ કિડ્સ ગોલ્ફ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા અમેરિકા જવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પલ જૈમિન શીંગાળા, પલનો પરિવાર મૂળ જુનાગઢનો છે પરંતુ તે હાલ અમદાવાદમાં રહે છે, ચોથા ધોરણમાં અભ્યાસ કરતી આ તોફાની પલ વિષે આપ જાણશો તો આપણે પણ દીકરી ઉપર ગર્વ થઇ જશે, કારણ કે પલ એક ગોલ્ફ ખેલાડી છે અને ગોલ્ફ કોર્ટમાં ગજબનું પ્રદર્શન કરે છે. પલ નિયમિત રીતે IGU માં ગોલ્ફ રમે છે, તેમને ઇન્ડિયન ગોલ્ફ યુનિયન દ્વારા પુના ખાતે યોજાયેલ ચેમ્પિયનશીપમાં વિજય મેળવ્યો હતો, તેમજ લોકલ ક્લબ ટુર્નામેન્ટમાં પણ જીત મેળવી છે. 


પરંતુ પલએ સૌથી મોટી સિદ્ધિ ત્યારે મેળવી જ્યારે અમેરિકામાં યોજાનાર વર્લ્ડ કિડ્સ ગોલ્ફ ચેમ્પિયનશિપ માટે યોજાતી ક્વોલિફાઇ ઇવેન્ટ જીતી ગઈ, પલ પહેલી એવી ભારતીય બાળકી છે જે ગોલ્ફ જેવી અઘરી રમતમાં વિશ્વ સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની છે, પલ કહે છે મારે તો ઓલિમ્પિકમાં ભાગ લઈને દેશને ગોલ્ડ મેડલ અપાવવો છે.
  
પલ શીંગાળા ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હોવાથી તેમના વાલી એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે તેનો અભ્યાસ પણ બગડવો ના જોઈએ, પાલન માતા પિતા બિઝનેસના વ્યવસાયમાં હોવાથી પલનું તમામ ધ્યાન તેના દાદીમા ભાવનાબેન શીંગાળા રાખે છે. પલ અઠવાડિયામાં ચાર દિવસ ગોલ્ફની પ્રેક્ટિસ કરે છે અને ત્રણ દિવસ જિમ્નાસ્ટિક શીખવા જાય છે. પલને નાનપણ થી જ ગોલ્ફ, જિમ્નાસ્ટિક અને કરાટેમાં રુચિ છે પરંતુ પલ સૌથી વધુ ગોલ્ફને પસંદ કરે છે. એટલે જ છેલ્લા ત્રણ વર્ષ થી નિયમિત રીતે ગોલ્ફમાં શિખરો સાર કરી રહી છે. અમદાવાદના ગોલ્ફ ક્લબના કોચ સુનિલ કુમારના માર્ગદર્શન હેઠળ પલ આગળને આગળ વધી રહી છે.


બહુમુખી પ્રતિભા ધરાવતા ભારત દેશ માટે ક્રિકેટ, કબાડી કે હોકી જેવી રમતોના અસંખ્ય ખેલાડીઓ વિશ્વ સ્તરે પ્રદર્શન કરી રહ્યાં છે પરંતુ ગોલ્ફ કે જિમ્નાસ્ટિક જેવી રમતોમાં આમને હજુ ઘણા પાછળ છીએ ત્યારે પલ શીંગાળા જીવી પ્રતિભાઓને અત્યારથી સરકાર દ્વારા પ્રોત્સાહન અને તમામ પ્રકારની સગવડતાઓ આપે તો આવા ખેલાડીઓ આવતા દિવસોમાં ભારત દેશને વિશ્વ સ્તરે નામના અપાવી ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ અપાવી શકે એમ કોઈ શંકાને સ્થાન નથી.