પાલનપુરમાં ભૂગર્ભ ગટરમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે ધરણાં
પાલનપુર (Palanpur) શહેરમાં 28 કરોડના ખર્ચે ચાલી રહેલી ભૂગર્ભ ગટરમાં નંખાતી પાઇપોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશે પગપાળા કલેક્ટર કચેરી આવી ધરણા ઉપર બેસી વિરોધ દર્શાવ્યો હતો.
અલ્કેશ પરમાર, પાલનપુર: પાલનપુર (Palanpur) શહેરમાં 28 કરોડના ખર્ચે ચાલી રહેલી ભૂગર્ભ ગટરમાં નંખાતી પાઇપોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશે પગપાળા કલેક્ટર કચેરી આવી ધરણા ઉપર બેસી વિરોધ દર્શાવ્યો હતો.
પાલનપુર નગરપાલિકા (Palanpur Nagarpalika) ના અનેક વિસ્તારોમાં છેલ્લા 6 મહિનાથી જીયુડીસી વિભાગ દ્વારા 28 કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. તેને લઈને ઠેરઠેર ખાડાઓ ખોદી દેતા પહેલાંથી જ લોકો પરેશાન હતા.
જોકે ત્યાર બાદ ભૂગર્ભ ગટરના કામમાં નાખવામાં આવતી પાઇપો ખુબજ નાની સાઈઝની હોવાનો આક્ષેપ કરીને સ્થાનિક રહીશે નગરપાલિકા તેમજ કલેક્ટર તેમજ આ કામગીરી કરનાર ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશનને લેખિત રજુઆત કરી હોવા છતાં નાની સાઈઝની પાઇપો નાખીને કામ ચાલુ રાખવામાં આવ્યું હતું.
પોલીસમાં ભરતી અંગે ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાતઃ આગામી 100 દિવસમાં 27,847 જગ્યાઓ પર કરાશે ભરતી
જેથી સ્થાનિક રહીશ મોહનભાઇ પરમારે જ્યાં કામ ચાલુ હતું તે જગ્યા ઉપર જઈને હાથમાં બેનર લઈને વિરોધ નોંધાવ્યો હતો અને ત્યાર બાદ હાથમાં બેનર સાથે પગપાળા કલેકટર કચેરી પહોંચીને ધરણા ઉપર બેસીને વિરોધ દર્શાવ્યો હતો. અને માંગ કરી હતી તે આ ભૂગર્ભ ગટરના કામમાં અનેક પ્રકારની ગેરરીતિઓ થઈ રહી છે તેને દૂર કરીને યોગ્ય કામ કરવામાં આવે નહિ તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube