અલ્કેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર અને દાંતીવાડામાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ તો થરાદમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો પાલનપુરમાં પડેલા બે ઇંચ વરસાદમાં જ અનેક મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સના માર્કેટ કેપ કરતાં આ કંપનીને એક દિવસમાં વધારે ગુમાવ્યા રૂપિયા


પાલનપુરના દિલ્હીગેટથી વડલીવાળાપરા થઈને અંબાજી તરફ જતા માર્ગના બીજેશ્વર કોલોની પાસેના મુખ્ય માર્ગ ઉપર ઢીંચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય માર્ગ ઉપર જ ભારે પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકો પરત જવા મજબુર બન્યા છે તો મોટા વાહનો મહામુસીબતે પાણી માંથી પસાર થઈ રહ્યા છે. તો અનેક નાના વાહનો પાણીમાં બંધ પડી રહ્યા છે.


પ્રોપર્ટી માર્કેટમાં દેશના ટોપ 3 સીટીમાં ગુજરાતનું આ શહેર અવ્વલ! હજુ સસ્તું છે રોકાણ


બીજેશ્વર કોલોની પાસેના મુખ્ય માર્ગ ઉપર સામાન્ય વરસાદમાં જ ઢીંચણસમાં પાણી ભરાઈ જતા દર વખતે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જોકે સ્થાનિકો અને વાહન ચાલકો તંત્ર દ્વારા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવી માંગ કરી રહ્યા છે.


Jio એ પૂરા કર્યા 8 વર્ષ, 10 સપ્ટેમ્બર સુધી સસ્તામાં રિચાર્જની તક, ફટાફટ ચેક કરો ઓફર


ઉલ્લેખનીય છે કે, આજે વરસાદે ઉત્તર ગુજરાતને ધમરોળી નાખ્યું છે. ભારે વરસાદથી ડીસા, પાલનપુર, વિજાપુરથી લઈને વિસનગર અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના મુખ્ય મથક ગણાતા મહેસાણામાં ધોધમાર વરસાદથી તબાહી મચી છે. મહેસાણામાં મોઢેરાથી રાધનપુર જતા મેઈન હાઈવે પર પાણી ભરાતાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિત જામ સર્જાયો છે. જો તમે મહેસાણામાં રહેતા હો તો ઘરમાં જ રહેજો નહીં તો તંત્રના પાપે અઢી ઈંચ વરસાદમાં આખુ શહેર બાનમાં લેવાયું છે. 


50 વર્ષ બાદ બુધની રાશિમાં બનશે પાવરફૂલ યોગ, આ 3 રાશિવાળાને ત્યાં થશે પૈસાની રેલમછેલ


મહેસાણાના વિજાપુરમાં 6 કલાકમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. અહીં પણ હાલત ખરાબ છે. વિજાપુરના અનેક રસ્તાઓ પાણીમાં છે. વિસનગર રોડ, ખત્રિકુવા ચક્કર વિસ્તારમાં પાણી છે. મહેસાણામાં પાણી ભરાવાના કારણે ગોપીનાળાનો એક તરફનો ભાગ બંધ કરી દેવાયો છે. મહેસાણાની પાણી એ ખારીમાં જાય છે પણ વિકાસના નામે અહીં પાણીના માર્ગો બંધ કરી દેવાતાં હવે સામાન્ય વરસાદમાં શહેર ડૂબી રહ્યું છે. 


વનડેમાં બેવડી નહીં ત્રેવડી સદી ફટકારી: બોલરોને ઝૂડ્યા, ચોગ્ગા અને છગ્ગાવાળી થઈ


મહેસાણાના ધારાસભ્ય નાસિક ફરી રહ્યાં છે. લોકો પાણીમાં પરેશાન છે પણ તંત્ર આ મામલે શું કરી રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે. મહેસાણામાં પરા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. હાઈવે પણ પાણીમાં ડૂબી જતાં મહેસાણાથી પાલનપુરના ટ્રાફિકને સીધી અસર થઈ છે.