અમદાવાદના વિદ્યાર્થીનું મુંબઈ IITમાં શંકાસ્પદ મૃત્યું થતાં પરિવાર આકરા પાણીએ! પરિવારે કાઢી કેન્ડલ માર્ચ
આર્યન મોદીને ન્યાય મળે તે માટે આજે પાલનપુરના ગુરુનાનક ચોકમાં હજારો લોકોએ એકત્રિત થઈ રામધૂન બોલાવી કેન્ડલ માર્ચ કરી આરોપીઓની ઝડપી આર્યનને ન્યાય આપવા માંગ કરી હતી.
અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુરમાં ત્રણ દિવસ પહેલા આર્યન મોદી નામના વિધાર્થીનું અપહરણ કરાયા બાદ ઢોર માર મારી ઝેર પીવડાવતા સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આર્યન મોદીને ન્યાય મળે તે માટે આજે પાલનપુરના ગુરુનાનક ચોકમાં હજારો લોકોએ એકત્રિત થઈ રામધૂન બોલાવી કેન્ડલ માર્ચ કરી આરોપીઓની ઝડપી આર્યનને ન્યાય આપવા માંગ કરી હતી.
એક વિવાહ ઐસા ભી! દેશી છોકરાના પ્રેમમાં પડી જર્મન યુવતી, ખેતરોમાં કરી રહી છે ખેતી
પાલનપુરની આદર્શ કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિધાર્થી આર્યન મોદીનું ત્રણ દિવસ પહેલા અજાણ્યા શખ્સો દ્વારા ડેરી રોડ ઉપરથી કારમાં અપહરણ કરીને તેને ઢોર માર મારી તેને કોલેજ આગળ છોડી મુકતા ગંભીર હાલતમાં વિધાર્થીને તેના પરિવાર દ્વારા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
વાહનચાલકો ચેતી જજો! હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો
જોકે સારવાર દરમિયાન વિધાર્થીનું મોત નિપજતાં મોદી સમાજ સહિત અન્ય સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે બનાવને ત્રણ દિવસ જેટલો સમય વીતી જવા છતાં પોલીસ દ્વારા હજુ સુધી આરોપીઓની અટકાયત ન કરતા પાલનપુરના સર્વ સમાજના લોકોમાં ભારે રોષ ફેલાતા આજે પાલનપુર શહેરના ગુરુનાનક ચોકમાં મોદી સમાજ સહિત અન્ય સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા અને ગુરુનાનક ચોકમાં બેસીને આર્યન મોદીને ન્યાય મળે તે માટે રામધૂન બોલાવી હતી અને કેન્ડલ માર્ચ યોજીને આર્યન મોદીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી અને ઘટનાને લઈને ભારે રોષ ઠાલવ્યો હતો.
Guinness World Records: ગુજરાતમાં જાણીતી હેલી એન્ડ ચિલી કાફેએ કર્યો વર્લ્ડ રેકોર્ડ
આર્યન મોદીને ન્યાય મળે તે માટેની માંગ કરીને નારા લગાવ્યા હતા ,જોકે શહેરના મુખ્ય ચોકમાં જ હજારો લોકો ઉમટી પડતાં ટ્રાફિક જામ સર્જાયો હતો,મૃતકના પરિવારજનો અને શહેરના લોકોએ પોલીસ તાત્કાલિક આરોપીઓને ઝડપી કડકમાં કડક સજા આપાવે તેવી માંગ કરી હતી.