અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુરના ન્યુ બસપોર્ટમાં પ્રથમ માળે આવેલ કેફેમાં પોલીસની રેડ પડતાં કેફેમાં બેઠેલ બે યુવતીઓએ ટોયલેટની બારીમાંથી છલાંગ લગાવતા બન્ને યુવતીઓ ભોંયરામાં પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલાની મુસીબત વધી! બેઠકમાં કોઈ સમાધાન નહીં, 'ક્ષત્રિયોની એક જ માંગ, ઉમેદવાર બદલો'


સમગ્ર ગુજરાતમાં અનેક શહેરોના બસપોર્ટ અને શોપિંગ સેન્ટરોમાં કેફેનું ચલણ વધ્યું છે, યુવક-યુવતીઓ એકાંત સમય પસાર કરવા માટે આવા કેફેનો સહારો લેતા હોય છે જ્યાં બનાવેલ બોક્સમાં બેસવા માટે કેફે માલિકો યુવક-યુવતીઓ પાસેથી કલાકના 200થી 500 રૂપિયાનું તગડું ભાડું વસુલતા હોય છે. 


મહાનગરો જ નહીં, હવે ગામડાઓ આકરા પાણીએ! કહ્યું; 'રૂપાલાની ટિકિટ રદ નહિ કરાય તો હવે..'


જોકે પાલનપુરના ન્યુ બસપોર્ટના પહેલા માળે આવેલા ફર્સ્ટ ડેટ કેફેમાં પાલનપુર પશ્ચિમ પોલીસ અચાનક તપાસ માટે જતા કેફેમાં બેઠેલ યુવક-યુવતીઓમાં નાસભાગ મચી હતી. જ્યાં બે યુવતીઓએ પોલીસના ડરના કારણે કેફના પાછળના ભાગે આવેલ ટોયલેટની બારી માંથી નીચે છલાંગ લગાવતા બન્ને યુવતીઓ નીચે ભોંયરામાં જઈને પટકાઈ હતી. જ્યાં બે માળ સુધીના અંતરથી નીચે પટકાતા યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને 108 દ્વારા સારવાર માટે પાલનપુર સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.


ડો.અતુલ ચગ કેસ પર પૂર્ણવિરામ! પુત્ર હિતાર્થ ચગે કર્યો ખુલાસો, રઘુવંશી સમાજ ચોંક્યો


જોકે યુવતીઓની છલાંગ બાદ ત્યાં અફરાતફરી સર્જતાં કેફેમાં રહેલ અન્ય યુવક-યુવતીઓ પણ ત્યાંથી ફરાર થઇ જતા સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.