અમદાવાદ: રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ રહેશે. AMC દ્રારા શહેરમાં પાનના ગલ્લા અને ચાની કિટલીઓને બંધ કરાવી હતી. AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતું કે કોરોના કેસ ખૂબ જ વધતા આકરા પગલાં લેવા જરૂરી બન્યા છે. જો કોઇ નિયમનું ઉલ્લંઘન કરશે તો સિલિંગ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શાકભાજી માર્કેટમાં પણ તપાસ માટે ટીમો કામગીરી કરશે. માસ્ક અને નિયમ મામલે 200 ટીમો શહેરમાં કામ કરીર અહી છે. 

હે ભગવાન! આવા દિવસો કોઇને ના બતાવતો, કોરોનાના દર્દીની હાલત જોઇ હૃદય કંપી ઉઠશે


જો કે આ પહેલા ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કર્યો હતો. 


અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત લોકડાઉનમાં પાન મસાલાની કિંમતો આસમાને પહોંચી હતી. જે વસ્તુ સામાન્ય રીતે 5 રૂપિયામાં મળતી હોય છે તે 50-50 રૂપિયામાં મળી રહી હતી. કેટલાક ડુપ્લીકેટ માલના કારણે પણ સ્થિતી વિપરિત બની હતી. લોકોનાં સ્વાસ્થય સાથે ચેડા થયા હતા. જેના કારણે હવે આ નિર્ણયથી પાન મસાલાના વ્યવસનીઓમાં ભાગદોડ મચી ગઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube