ભારતને વર્લ્ડકપ જીતાડનાર આ ગુજ્જુ ખેલાડીની છે દારૂણ સ્થિતિ, કરી રહ્યો છે આવું કામ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા લુસડીયા ગામના અંધ ક્રિકેટરે પાકિસ્તાન સામે વર્ડ કપ જીતી ભારતનું નામ રોશન કર્યું પણ સરકારી સહાય નહીં મળતા પાન મસાલા વેચી જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યો છે.ભિલોડા તાલુકાના અંતરિયાળ ગામ લુસડીયામાં એક ગરીબ પરિવારમાં જન્મેલો વિકાસ પટેલ જન્મથી અંધ હતો.
સમીર બલોચ/ અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા લુસડીયા ગામના અંધ ક્રિકેટરે પાકિસ્તાન સામે વર્ડ કપ જીતી ભારતનું નામ રોશન કર્યું પણ સરકારી સહાય નહીં મળતા પાન મસાલા વેચી જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યો છે.ભિલોડા તાલુકાના અંતરિયાળ ગામ લુસડીયામાં એક ગરીબ પરિવારમાં જન્મેલો વિકાસ પટેલ જન્મથી અંધ હતો.
જન્મથી અંધ આ વિકાસે એક વાર તેના મિત્ર પાસેથી ક્રિકેટના બેટને સ્પર્શ કરી જોયા બાદ તેને ક્રિકેટ રમવાનો શોખ જાગ્યો ત્યારે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવા છતાં તેના પિતાએ તેને આગળ વધવા માટે પ્રોત્સાહન આપી બેટ બોલ લાવી આપ્યા અને તેણે પ્રથમ શાળામાં રમવાનું શરૂ કરતાં શાળાની ક્રિકેટ ટીમમાં શમાવેશ થયો અને 1995થી ક્રિકેટ રમવાની શરૂઆત કરી.
ત્યાર બાદ 2008માં નેશનલ ટીમમાં સમાવેશ થયા બાદ 2011માં તે પાકિસ્તાન ખાતે વર્ડ કપ રમવા ગયો હતો અને પાકિસ્તાન સામેની મેચમાં 20 રન માર્યા હતા. અને વર્ડ કપ જીતી ભારતનું નામ રોશન કર્યું હતું .તેણે અનેક વાર જિલ્લા, રાજ્ય ,દેશ અને આંતરરાષ્ટ્રીય લેવલે ક્રિકેટમાં 50 કરતા વધુ ટ્રોફીઓ મેળવી ભારતનું નામ આગળ વધાર્યું છે.આ ખેલાડીને નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ પ્રશંશા પત્ર આપી બિરદાવ્યો છે.
વિકાસ પટેલે જણાવ્યું હતું કે મને નાનપણથો ક્રિકેટનો શોખ હતો અનારા ઇડરથી સાહેબ આવતા જે મને બ્રેઈન લીપી શીખવતા અને મને ક્રિકેટમાં રસ હોઈ મને તેઓ ટ્રેનીંગ પણ આપતા હતા. મારો શોખના કારણે મને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળી મેં દેશ માટે અનેક મેચ જીતાડી પણ હાલ રમવાનું બંધ કરી પાન મસાલા વેચું છું. કારણ કે પુરતું વળતર મળતું નથી સરકાર સામે જુએ તો સારું.
આ ખેલાડી આંખે ભલે અંધ હોવા છતાં ક્રિકેટમાં આગળ વધ્યો અને ભારતને વર્ડ કપ અપાવ્યો પણ સરકાર દ્વારા આર્થિક સહાય નહીં મળતા હાલ આ ક્રિકેટરની હાલત કફોડી છે. વિકાસને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ગામમાં એક પાન મસાલાનો ગલ્લો કરી બેસવું પડ્યું છે. પાકિસ્તાન, શ્રીલંકા મેચ રમી આવ્યા બાદ સાઉથ આફ્રિકા મેચ રમવા જવાનું હતું પરંતુ આર્થિક પરિસ્થિતિ ગરીબ અને ઉમર લાયક માતા પિતાની જવાબદારીના કારણે આ ક્રિકેટરે હતાશ થઈ હાલ ક્રિકેટ રમવાનું છોડી દીધું છે. ત્યારે સરકાર દ્વારા સહાય નહીં મળતા એક આંતરરાષ્ટ્રીય ખેલાડી હાલ પાન મસાલા વેચી રહ્યો છે.
આ મામલે જિલ્લા રમત ગમત અધિકારીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે વિકાસે ઇડર ખાતે આવેલી અંધ સંસ્થા દ્વારા ક્રિકેટ મેચ રમી છે ત્યારે ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર આ અરવલ્લી જિલ્લાનો ખેલાડીને સરકારી સહાય મળે તે માટે અમે દરખાસ્ત કરીશું અને સહાય અપાવવા નો પ્રયત્ન કરીશું. ત્યારે અંધ ક્રિકેટ સિવાયની ક્રિકેટ ટીમના ખેલાડીઓ કરોડો રૂપિયા કમાય છે અને સરકાર પણ અનેક સુવિધાઓ પુરી પાડે છે ત્યારે આ અંધ ક્રિકેટરને જીવન નિર્વાહના ફાંફા પડી રહ્યા છે તેવામાં સરકાર દ્વારા સહાય ચૂકવી આર્થિક પરિસ્થિતિ ના બોજ તળે દટાઈ રહેલા એક ક્રિકેટના ગૌરવને બચાવી લેવાય તે જરૂરી છે.