ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં પણ દિવસે કરફ્યૂ જેવા આકરા નિયમો પાળવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ, તંત્ર પણ નિયમોનુ પાલન કરાવવા મથી રહ્યું છે. ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની દુકાનો આજથી બંધ રહેશે. આવામાં પરથી પાન-તમાકુની કાળાબજારી શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર લોકો પાન-તમાકુના મોં માંગ્યા રૂપિયા વસૂલી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં પાનની દુકાનો બંધ થતાં સોપારી-તંબાકુની કાળા બજારી ફરીથી શરૂ થઈ છે. આ વચ્ચે કરણપરા વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે. પાન-મસાલા માટે તબાકુના ડબાનો 150 રૂપિયા હતો, જે હવે 200 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો છે. આ કાળાબજારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. 15 રૂપિયામાં મળતો માવો હવે 22 થી 25 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. 


તો બીજી તરફ, રાજકોટમાં કરફ્યૂ દરમિયાન દુકાનો ખુલ્લી રાખનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. દુકાનો ખુલી રાખનાર 28 વેપારીઓની સામે ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે. ભક્તિનગર પોલીસે 28 જેટલા વેપારીઓની અટકાયત કરી છે. આ મામલે જાહેરનામું બહાર પાડ્યા બાદ પણ દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી. 
વહેલી સવારથી રાજકોટ પોલીસ દ્વારા કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. 


રાજકોટના વેપારીઓ પણ અસમંજસમાં
રાજકોટના વેપારીઓમાં આજે મિની લોકડાઉનની જાહેરાત વચ્ચે અસમંજસમાં જોવા મલ્યા હતા. આજે કઈ દુકાનો અને બજારો બંધ રાખવી કે નહિ તેને લઈને મૂંઝવણ જોવા મળી હતી. સરકારે આદેશ આપ્યા પણ તંત્રએ કોઈ જ માહિતી વેપારીઓ સુધી પહોંચાડી ન હતી. ધર્મેન્દ્ર રોડ, લખાજીરાજ રોડ બજાર, ગુંદાવાળી બજાર સહિતની બજારોમાં વેપારીઓ દુકાન ખોલવા પહોંચ્યા હતા.