• લગ્નના આગલા દિવસે શનિવારે પરંપરા મુજબ ગોતરદેવી પૂજા વિધિ યોજાઈ હતી. ગોતરદેવી પૂજા વિધિમાં અધધ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ડીજેના તાલે ઝૂમ્યા

  • છેલુભાઈ રાઠવા પંચમહાલ તાલુકાના જવાબદાર નેતા છે. ત્યારે નેતાજીના ઘરે લગ્ન પ્રસંગે થયેલી મોજમજાના સામે આવેલા વીડિયો અંગે કાર્યવાહી થશે કે કેમ તે મોટો સવાલ છે


જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :સામાન્ય લોકો પાસેથી નિયમોના ભંગના નામે રૂપિયા વસૂલવામાં આવે છે. માસ્ક માટે દંડ, સોશિયલ ડિસ્ટન્સ માટે દંડ, વેક્સીન લીધી ન હોય તો દંડ... વગેરે જેવા દંડના નામે રોજના લાખો રૂપિયાથી સરકારી તિજોરી ભરાય છે. પરંતુ ખુદ સરકારના નેતાઓ જ કાબૂમાં નથી. ભાજપના જ નેતાઓ કોરોનાની ગાઈડલાઈનને અનુસરતા નથી, અને સરેઆમ ભંગ કરતા જોવા મળે છે. છતા તેમના પર કોઈ પગલા લેવાતા નથી. ત્યારે વધુ એક ભાજપી નેતાનુ કારનામુ સામે આવ્યું છે. સામાન્ય લોકોને લગ્નપ્રસંગમાં 50 લોકોની એન્ટ્રી માન્ય છે, ત્યાં પંચમહાલમાં ભાજપના નેતાએ પુત્રના લગ્નમાં ટોળુ ભેગુ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓ સાવધાન, જલ્દી જ ગુજરાતમાં આવશે નવા નિયમો 


પુત્રના લગ્નમાં માનવ મહેરામણ ઉમટ્યુ 
પંચમહાલમાં ભાજપના નેતાએ કોરોના ગાઈડ લાઈન અને જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો છે. લગ્ન પ્રસંગમાં માત્ર 50 જ વ્યક્તિઓ એકત્રિત થવા અંગેનું જાહેરનામુ છે, ત્યાં ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પૂર્વ મંત્રી છેલુભાઈ રાઠવાના પુત્રના લગ્નમાં માનવ મહેરામણ ઉમટ્યુ હતું. જેનો વીડિયો સામે આવ્યો છે. 


આ પણ વાંચો : કોરોનાએ પરિવારના બે મોભીઓને એકસાથે છીનવ્યા, સંતાનો માતાપિતાની અંતિમ વિદાય જોઈ આસું રોકી ન શક્યા


ગોતરદેવીની પૂજામાં નિયમોના ધજાગરા ઉડાવતા દ્રશ્યો 


લગ્નના આગલા દિવસે શનિવારે પરંપરા મુજબ ગોતરદેવી પૂજા વિધિ યોજાઈ હતી. ગોતરદેવી પૂજા વિધિમાં અધધ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ડીજેના તાલે ઝૂમ્યા હતા. કોરોનાની ગાઇડલાઈન અને રાજ્ય સરકારના નિયમોના ધજાગરા ઉડાડતા દ્રશ્યોનો વીડિયો સામે આવ્યો છે. સામાન્ય લોકો કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખી પોતાના નિર્ધારિત માંગલિક પ્રસંગો મોકૂફ કરી રહ્યા છે. તો ભાજપના પદાધિકારીઓ જ નિયમો તોડી રહ્યા છે. 


આ પણ વાંચો : માતાના મર્યાના 6 કલાકમાં ફરજ પર લાગ્યા, વડોદરાના 2 તબીબોએ કોવિડ ડ્યુટીને પ્રાથમિકતા આપી 



છેલુભાઈ રાઠવા પંચમહાલ તાલુકાના જવાબદાર નેતા છે. ત્યારે નેતાજીના ઘરે લગ્ન પ્રસંગે થયેલી મોજમજાના સામે આવેલા વીડિયો અંગે તપાસ કરી કાર્યવાહી થશે કે કેમ તે મોટો સવાલ છે.