પંચમહાલ: ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે ના માત્ર શહેરો પણ જંગલ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલે છે. પંચમહાલના જાંબુઘોડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ જ્યાં તમે કહો ત્યાં આવીને બુટલેગર દારૂ માંગો તો દારૂ અને બિયર માગો તો બિયર પહોંચાડી જાય છે. તો હાલોલના અભેટવા ગામ તો ગુજરાત બહારનું હોય તેવું લાગે છે. અહીં તો ધોળા દિવસે ખાખીના ખોફ વગર બેરોકટોક દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે થર્ટી ફસ્ટની ઉજવણી માટે મોટી સંખ્યામાં જંગલ વિસ્તાર જાંબુઘોડના રિસોર્ટમાં લોકો આવતા હોય છે અને તેનો જ લાભ લેવા માટે રાહ જોઈને બુટલેગરો બેઠા હોય છે. સરહદ પર સઘન ચેકિંગના દાવા કરતી પોલીસ જાંબુઘોડાના અંતરિયાળ વિસ્તારમાં દૂર દૂર સુધી જોવા મળી નથી. ત્યારે જાંબુઘોડામાં કેવી રીતે પોલીસના નાક નીચે વિદેશી દારૂ અને બિયરનો વેપલો ચાલે છે. તેનો પર્દાફાશ કરવા ZEE 24 કલાકની ટીમે સ્ટિંગ ઓપરેશન કર્યું. જેમાં અમારી ટીમ ગઈ તો બુટલેગ સાથે પહેલાં તો ભાવ નક્કી થયો હતો.


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!


દારૂની અને બિયરની બોટલના 250  રૂપિયા બુટલેગરે ભાવ કહ્યા. અમે જ્યારે લેવા તૈયાર થઈ ગયા તો કહ્યું બહાર રસ્તા પર ઊભા રહો માલ ત્યાં આવી જશે. બસ થોડી જ વારમાં બુટલેગર એક થેલીમાં ભરીને માલ આપી જાય છે અને પૈસા લઈને જતો રહે છે. પરંતુ ગાંધીના ગુજરાતમાં ચાલતા આ ગોરખધંધા જાંબુખોડા પોલીસ સ્ટેશનના જાંબાજ પોલીસકર્મીઓને અત્યાર સુધીમાં દેખાયા નથી.


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


ઝી 24 કલાકના ઓપરેશન ઈમ્પેક્ટ
ઝી 24 કલાકના ઓપરેશન પાર્ટી પ્રસારિત થયા બાદ પંચમહાલ પોલીસ દોડતી થઈ ગઈ છે. જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ તપાસના આદેશ આપ્યા છે. પંચમહાલમાં મોટા પાયે ચેકીંગ શરૂ કરવા આદેશ અપાયા છે. હાલોલના રૂરલ વિસ્તાર સહિત જિલ્લામાં આવેલ રિસોર્ટ અને શંકાસ્પદ સ્થળોએ સઘન ચેકીંગ હાથ ધરાશે.