GFL ભયાનક બ્લાસ્ટની તપાસ માટે SIT ની રચના કરાઈ, કંપનીનો પ્લાન્ટ બંધ રાખવાના આદેશ અપાયા
પંચમહાલના ઘોઘંબા સ્થિત જીએફએલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ (massive explosion) ની ઘટનામાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. ગઈકાલ સવારથી જ એસડીઆરએફની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. તે દરમ્યાન વધુ એક લાશ મળી આવતા કુલ મૃત્યુઆંક 7 થયો હતો. તો બીજી તરફ, જીએફએલ બ્લાસ્ટ મામલે સમગ્ર મામલે તપાસ માટે રેન્જ આઈજીએ SIT ની રચના કરી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બ્લાસ્ટના મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરશે
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલના ઘોઘંબા સ્થિત જીએફએલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ (massive explosion) ની ઘટનામાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. ગઈકાલ સવારથી જ એસડીઆરએફની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. તે દરમ્યાન વધુ એક લાશ મળી આવતા કુલ મૃત્યુઆંક 7 થયો હતો. તો બીજી તરફ, જીએફએલ બ્લાસ્ટ મામલે સમગ્ર મામલે તપાસ માટે રેન્જ આઈજીએ SIT ની રચના કરી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બ્લાસ્ટના મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરશે
તપાસ પૂરી નહિ થાય ત્યાં સુધી પ્લાન્ટ બંધ
હાલોલ ડીવાયએસપીની અધ્યક્ષતામાં SIT ની ટીમ તપાસ કરશે. SIT ની ટીમમાં ડીવાયએસપી સહિત સીપીઆઈ હાલોલ, રાજગઢ પીએસઆઈ, એલસીબી પીએસઆઇ સામેલ કરાયા છે. સંયુક્ત રીતે સાયન્ટિફિક પાસાઓને ધ્યાને લઈ SIT તપાસ કરશે. જેમાં જો કોઈ બેદરકારી સામે આવશે તો કડક પગલાં લેવાશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ દરમ્યાન કંપનીની બહાર અને અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. જ્યાં સુધી તપાસ પુરી નહિ થાય ત્યાં સુધી કંપનીના પ્લાન્ટ બંધ રાખવાની સૂચના અપાઈ છે.
આ પણ વાંચો : સગી દીકરી પર ક્રુરતા, સાસરીથી રૂપિયા ન આવે ત્યા સુધી પિતાએ દીકરીને ખાટલે બાંધી દીધી
ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના મલ્ટી પ્રોસેસ પ્લાન્ટ ભાગ -૨ માં અચાનક જ ગુરૂવારે રીએક્ટરમાં બ્લાસ્ટ થતાં ભારે નુકશાન થવા સાથે કામદારો ફસાઈ જતાં ૨૩ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે સાત કામદારોના કરુણ મોત નિપજ્યા હતા. બ્લાસ્ટની ઘટના બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યારે બે અતિ ગંભીર ઇજાગ્રસ્તને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. ઘટનામાં મળી આવેલ આ મૃતદેહોને તેઓના સ્વજનો પાસે ઓળખ કરાવવાની પ્રકિયા બાદ પીએમ કરાવી તમામની અંતિમ વિધિ માટે મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. જીએફએલ કંપનીમાં ઘટનાના દિવસે મળી આવેલ પાંચ મૃતદેહો બાદ જે મિસિંગ હતા તે બે મૃતકો માટે એસડીઆરએફ અને કંપનીની રેસ્ક્યુ ટીમે બીજા દિવસે કલાકો સુધી સર્ચ કરી બે મૃતદેહ પ્લાન્ટમાંથી શોધી કાઢ્યા હતા. પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન માટે મહાકાય ક્રેઇન અને ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી.
એક મૃતદેહના માત્ર પગ જ મળ્યા
જેમાં વધુ બે કામદારના મૃતદેહ મળ્યા છે. જે પૈકી એકના માત્ર બે પગના અવશેષો જ મળ્યા છે. જેથી મૃતદેહના અંગોને પોસ્ટ મોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. 7 મૃતકો પૈકી 6ની ઓળખ થઇ ગઇ છે અને 1 મૃતદેહની ઓળખ થઇ શકી નથી. આ એક મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે તેવુ તબીબે જણાવ્યું હતું.
આ પણ વાંચો : તમારા બાળકોને સાચવજો, ગુજરાતની શાળાઓમાં ફેલાઈ રહ્યો છે કોરોના
બ્લાસ્ટ લાગવાનું કારણ આવ્યું સામે
બ્લાસ્ટની ઘટના અંગે સમીક્ષા કર્યા બાદ મલ્ટી પ્રોસેસ પ્લાન્ટ ભાગ ૨ ના રીએક્ટરમાં થયેલા બ્લાસ્ટનું પ્રાથમિક કારણ જાણવા માટે કંપની દ્વારા નિષ્ણાત ટીમની માધ્યમથી સર્ચ ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. જેની સાથે તંત્ર દ્વારા ખાસ બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં ટેક્નિકલ ટીમે બ્લાસ્ટ થવાનું પ્રાથમિક તારણ ડીસ્લેશન પ્રોસેસમાં ઇમ્પ્યુરિટીના કારણે રીકેટરમાં બ્લાસ્ટ થયો હોવાનું બહાર આવ્યું છે. વધુ સર્ચ કામગીરી ચાલી રહી છે, એમ હાલોલ પ્રાંત અધિકારી એ.કે.ગૌતમે વાતચીતમાં જણાવ્યું હતું. જીપીસીબી અનુસાર પ્રાથમીક તપાસમાં કંપનીના રીએકટરમાં ઓવર પ્રેશર થતાં ગ્લાસ કોલમ બ્લાસ્ટ થયો હતો. જેથી કેમીકલ પ્લાન્ટ ફેલાઇ જતાં કોઇ કારણસર આગ લાગતાં દુર્ધટના સર્જાઇ હતી. હવામાં કેમિકલ ભળી ગયું છે કે નહી તેના માટે ડ્રેગન મશીનથી હવા માપી હતી. જયારે કંપનીમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તેની પણ તપાસ થઇ હતી.
મૃતકોને કંપની સહાય આપશે
બ્લાસ્ટની ઘટનામાં કંપનીએ મૃતક અને ગંભીર ઇજાગ્રસ્તને અલાયદું વળતર આપવાની જાહેરાત કરી છે. કંપનીના એચ આર મેનેજર જીગ્નેશ શાહે મીડિયાને આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, ઘટનાથી કંપનીના તમામ કર્મચારીઓ અને સંચાલકો દુઃખની લાગણી અનુભવે છે. કંપનીના મેનેજમેન્ટ દ્વારા અલાયદી સહાય આપવાનું નક્કી કરાયું છે. જેમાં મૃતકને વીસ લાખ અને અને કાયમી અપગતાં ધરાવનાર કામદારને સાત લાખ વળતર આપવામાં આવશે. આ ઉપરાંત ઇજાગ્રસ્ત થયેલા તમામનો સંપૂર્ણ સારવાર ખર્ચ કંપની ઉપાડશે તેમજ સારવાર દરમ્યાન પૂરેપૂરો પગાર પણ આપવામાં આવશે.