જયેન્દ્ર ભોઇ/પંચમહાલ: ગોધરા સિવિલ હોસ્પિટલના આરોગ્ય મેળામાં સંબોધન દરમિયાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણનું દર્દ દેખાડ્યું હતું. અને કહ્યું કે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણના કરાણે લોકો દિવસેને દિવસે લોકોમાં બિમારી વધી રહી છે. અને કહ્યું કે ગિલ્હીમાં લોકો કરતા વાહનોની સંખ્ય વધી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રભાતસિંહ ચૌહાણે ભાષણ આપતા જણાવ્યું કે દિલ્હીમાં રહેતા લોકોમાં બિમારી આવવાનું મુખ્ય કરાણ પ્રદૂષણ છે. અને દિલ્હીમાં રહીને પોતે પણ બિમાર થયા હોવાનું પણ કહ્યું હતું. ઝારખંડના પણ ત્રણ MPઓ બિમારીનો સમાનો કરી રહ્યા છે. માટે પ્રભાતસિંહે સૂચન આપ્યું કે, દિલ્હીથી સંસદ ભવનને 15થી 20 કિલોમીટર દૂર લઇ જવું જોઇએ.


Watch Video : સૈનિકની જેમ PM મોદીએ જાતે K-9 વજ્ર ટેન્કની સવારી કરી


મહત્વનું છે, કે પ્રભાતસિંહે જણાવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં એટલે કે 2019 તથા 2024 અને 2029ની ચૂંટણી સુધીની દાવેદારી નોંધાવી હતી. અને કહ્યું હતું કે, તેઓ તેમના વિસ્તારમાંથી આશરે 3 લાખ કરતા પણ વધારે મતોથી જીત મેળવશે.