ગુજરાતના `પ્રગતિશીલ` ખેડૂતનું કારસ્તાન, શાકભાજીની વચ્ચે વાવ્યો ગાંજો, લાખોનો મુદ્દામાલ ઝડપાયો
આમ તો ગુજરાતના ખેડૂતો પોતાની પ્રગતિશીલ ખેતીના કારણે જ ચર્ચામાં આવતા હોય છે પરંતુ મોરવા હડફના તાજપુરી ગામના ખેડૂત કારસ્તાનના કારણે પોલીસના હાથે ચઢ્યો છે, જાણો કેવી રીતે ભાંડો ફૂટ્યો
ઝી બ્યુરો/પંચમહાલ: મોરવા હડફના તાજપુરી ગામના એક ખેતરમાંથી પંચમહાલ SOG પોલીસે લીલા ગાંજાની ખેતી ઝડપી પાડી છે. શાકભાજીના છોડ વચ્ચે વાવેતર કરેલા રૂ.3.90 લાખના લીલા ગાંજાના 59 છોડ સાથે ખેતી કરનાર શખ્સને ઝડપી પાડી નાર્કોટિક્સ એક્ટ હેઠળ મોરવાહડફ પોલીસમથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે વરસાદ, 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ
મોરવાહડફ તાલુકાના તાજપુરી ગામમાં આવેલ લુખાવાડીયા ફળિયામાં રહેતા ભારતસિંહ રામસિંહ બારીઆ નામના શખ્સ દ્વારા પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવતેર કરવામાં આવ્યું હોવાની બાતમી પંચમહાલ SOG પોલીસ ઈન્સપેક્ટરને મળતા પોલીસ સ્ટાફે તાજપુરી ગામે બાતમી મુજબના ખેતરમાં એકાએક તપાસ હાથ ધરતા ખેતરમાં રીંગણ અને મરચાના છોડ સાથે અંદાજિત 2.5 થી 7 ફૂટ ઉંચાઈના વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ ઉગાડેલા મળી આવ્યા હતા. જેને લઇને પોલીસ દ્વારા એફએસએલની મદદ લઈ છોડનું પરીક્ષણ કરતા તે છોડ વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ હોવાનું સામે આવ્યુ હતું.
તલાટીની પરીક્ષા આપવા ભરવું પડશે આ ફોર્મ; આવતીકાલથી OJAS પરથી ભરી શકાશે, જાણો વિગતે
જેથી એસઓજી પોલીસ દ્વારા ખેતરમાં ઉગાડેલા વનસ્પતિજન્ય લીલા ગાંજાના 59 છોડને કબ્જે લઈ તેનું વજન કરાવવામાં આવતા 39.08 કિલોગ્રામ અને તેની અંદાજિત કિંમત રૂ.3,90,800 હોવાનું સામે આવ્યું હતું.ગાંજાના જથ્થા સાથે પોલીસે તેનું વાવેતર કરનાર ખેડૂત ભારતસિંહ રામસિંહ બારીઆને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ મોરવાહડફ પોલીસમથકે નાર્કોટિક્સ એકટ મુજબનો ગુનો નોંધ્યો હતો.
વેકેશનમાં ગુજરાતીઓ ફરવા ઉપડ્યા, જાણો સૌથી વધુ ક્યાં જોવા મળી રહ્યો છે ટૂરિસ્ટ