Panchmahal News જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : માણસ કરતા પ્રાણીઓ વફાદાર હોય છે. તેના અસંખ્ય કિસ્સા છે. માણસ ફરી જાય છે, પરંતુ અબોલ જીવ એક વાર જો સ્નેહ લગાવે તો આજીવન યાદ રાખે છે. ત્યારે અબોલ પક્ષી અને માનવ વચ્ચેના લાગણીસભર સંબંધોનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના એક શખ્સે પોપટને પાળીને તેને મિત્ર બનાવ્યો હતો. ત્યારે શખ્સના મોત પર પોપટ તેની અંતિમ યાત્રામાં જોડાયો હતો. એટલું ન નહિ, તે અંતિમ યાત્રામાં મિત્રની નનામી સાથે જોવા મળ્યો હતો. તેમજ નનામી સાથે જ રહેલા પોપટે મિત્ર સાથે અંતિમ ફેરા ફર્યાનો અજીબોગરીબ કિસ્સો હાલ ચર્ચામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘોઘંબાના ધનેશ્વરના મુવાડી ગામની આ ઘટના છે. નરેશ પરમાર નામના યુવાનનું મૃત્યુ થતા તેમની અંતિમ યાત્રામાં તેનો પાળતૂ પોપટ જોડાયો હતો. નવાઈની વાત તો એ છે કે, પાલકના મોત પર પોપટના આંખમાં આંસુ હતા. આસું સાથે પોપટ તેના પાલકની અંતિમ વિધિમાં જોડાયો હતો. 


ડોલરનો શોખ મોંઘો પડ્યો : આ દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓને મળી રહ્યું છે મોત


મૃતક નરેશ પરમારનું માત્ર 17 વર્ષ વયે આકસ્મિક મૃત્યુ થતા ગઈ કાલે તેની અંતિમ યાત્રા યોજાઈ હતી. નરેશ પોતે દરરોજ પોતાના પિતા સાથે મંદિરે જતો હતો, જ્યાં મંદિર બહાર પક્ષીઓને દાણા નાંખી પાણી પીવડાવતો હતો. દરરોજ નિત્યક્રમ હોઈ મંદિરે ચણ ખાવા આવતા પક્ષીઓ અને એક પોપટ સાથે ખૂબ જ આત્મીયતાનો સંબંધ કેળવાયો હતો. જેથી નરેશના મોત પર પોપટ પણ દુખી થયો હતો. 


અબોલ પોપટે અંતિમઘડી સુધી મિત્રતા નિભાવી હતી. ડાધુઓએ પોપટને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો, છતાં મિત્રની ચિતા શાંત પડ્યા સુધી પોપટ સ્મશાનમાં જ રહ્યો હતો. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.


ફેબ્રુઆરીમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે : ફરી સંકટના વાદળો મંડરાય તેવી આગાહી