જયેન્દ્ર ભોઈ, પંચમહાલ: હાલોલ (Halol) માં એક સગા કાકાએ પોતાના ત્રણ વર્ષના માસૂમ ભત્રીજાની ખુબ જ નજીવા કારણસર પાણીની ટાંકીમાં ડૂબાડીને હત્યા (Murder) નિપજવવાનો બનાવ સામે આવતા ચકચાર મચી  છે. માસૂમને બળજબરી પૂર્વક ઉચકીને લઈ જતો હેવાન કાકો સીસીટીવી (CCTV) માં કેદ થઈ ગયો જેના કારણે આ સમગ્ર ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો. હાલોલ જીઆઈડીસીની સિદ્ધિ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં આ ઘટના ઘટી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો આજથી પ્રારંભ, સરદાર પટેલની 50 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ


મળતી માહિતી મુજબ હાલોલ જીઆઈડીસી (Halol GIDC) માં આવેલી એક કંપનીમાં પરિવાર રહેતો હતો. પિતા પુત્ર તથા માતા સાથે પિતાનો ભાઈ પણ રહેતો હતો. પરમ દિવસની રાતની આ ઘટના છે. કાકાએ તેના જ ભત્રીજાને પાણીની ટાંકીમાં ફેંકી દઈને તેની હત્યા કરી નાખી. કારણ જાણીને તો  કોઈને પણ ધ્રુજારી છૂટી જાય. વાત જાણે એમ હતી કે ટેપરેકોર્ડર પર જે સોંગ વાગી રહ્યાં હતાં તેને લઈને બાળકની માતાએ તેના કાકાને ઠપકો આપ્યો હતો. આ વાત આગળ વધી અને બાળકના કાકાને ગુસ્સો આવી જતા તેણે બાળકને ઉઠાવીને પાણીની ટાંકીમાં નાખી દેતા તેનું મોત નિપજ્યું. 


વધુ વિગતો માટે જુઓ VIDEO


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube