જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલની બહુમાળી ઈમારત ધરાવતી જીએફએલ કંપનીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ ફાટી નીકળી છે. જ્વલનશિલ કેમિકલ બનાવતી કંપનીમાં ભયાનક વિસ્ફોટ થતા ફાયર વિભાગ દોડતુ થયુ છે. આ આગ એટલી મોટી છે કે, એક કિલોમીટર સુધીના વિસ્તારમાં બ્લાસ્ટનો ધુમાડો ફેલાયો હતો. આગનુ સાયરન વાગતા જ કંપનીના તમામ કર્મચારીઓ દોડીને બહાર આવી ગયા હતા. જોકે, કંપની બ્લાસ્ટમાં મોટી જાનહાનિની શક્યતાઓ છે. બ્લાસ્ટમાં અનેક કામદારો અંદર ફસાયાા હોવાની શક્યતા છે. જેમને બચાવવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામા આવી રહી છે. આ દુર્ઘટનામાં 4 કામદારોના મોતની શક્યતા સેવાઈ રહી છે. તો બીજી તરફ, 15 થી વધુ કામદારો ઈજાગ્રસ્ત થયા હોવાનું પમ કહેવાય છે. જોકે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ દુર્ઘટના અંગે ફોન પર વાત કરીને ઝડપી કામગીરી કરવા સૂચના આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસપાસના તમામ રસ્તા બંધ કરી દેવાયા


ઘોઘંબાના રણજિત નગર પાસે જીએફએલ કંપની આવેલી છે. કંપનીના જીપીપી-1 નંબરના પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આગની જ્વાળાઓ આકાશ દેખાય ત્યાં સુધી પ્રસરી હતી. આ કંપનીમાં જ્વલનશિલ કેમિકલ બનાવવામાં આવે છે, જેને પગલે બ્લાસ્ટની તીવ્રતા વધુ છે. કિલોમીટરના વિસ્તાર સુધી આગની જ્વાળાઓ જોઈ શકાય છે. સુરક્ષા માટો જિલ્લા પોલીસ વડાએ મોટો કાફલો કંપની પાસે ગોઠવી દીધો છે. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના વિસ્તારના લોકો પણ હચમચી ઉઠ્યા હતા. કંપની આસપાસથી પસાર થતા તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. આગની ઘટનાને પગલે કામદારોમાં મોટો ફફડાટ ફેલાયો છે. હાલ આ ઘટનામાં 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની અને 4 કામદારોના મોતની આશંકા છે. જોકે, ચોક્કસ આંકડો હજી સામે આવ્યો નથી. 


આ પણ વાંચો : આ Video જોઈને રાત્રે ઊંઘ નહિ આવે, મોબાઈલ પર વાત કરતો કર્મચારી મશીનમાં લપેટાયો


કામદારોને શોધવા વડોદરાથી ટીમ બોલાવાઈ


ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના બ્લાસ્ટમાં મોતનો આંકડો ખૂબ જ મોટો હોવાની શક્યતાઓ છે. અત્યાર સુધી 4 લોકોના મોત થયા હોવાની આશંકા છે. હાલ ફાયર વિભાગ દ્વારા પ્લાન્ટમાંથી મિસિંગ લોકોને શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. આ માટે વડોદરાથી ખાસ નિષ્ણાતોની ટીમને પંચમહાલ દોડાવાઈ છે. પોલીસ સુરક્ષા સાથે મૃતદેહો અને ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલાઈ રહ્યા છે. 



મુખ્યમંત્રીએ આગની દુર્ઘટનાની માહિતી મેળવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાના રણજીતનગરમાં એક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની દુર્ધટનાને પગલે ચાર કામદારોના મૃત્યુ થયા છે તેમને અને જે કામદારોને ઇજા પહોંચી છે અને ધાયલ થયા છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવા અને સારવારનો પ્રબંધ કરવા અને આ દુર્ધટનામાં બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા પંચમહાલ જિલ્લા કલેક્ટર સાથે ટેલીૉિફોનિક વાતચીત કરીને સૂચના આપી છે. મુખ્યમંત્રી આ બ્લાસ્ટની દુર્ધટનાની વધુ વિગતો માટે જિલ્લા કલેક્ટરના સતત સંપર્કમાં છે.



 


વડોદરાથી ફાયરની ટીમ બોલાવાઈ
આ આગ બૂઝવવા માટે વડોદરાથી પણ ફાયર વિભાગની ટીમ દોડતી કરવામાં આવી છે. કંપનીનો અંદરનો માહોલ અત્યંત ભયાનક છે, તેથી કેટલાક લોકો ફસાયા છે અને કેટલા લોકો બહાર નીકળ્યા છે તે હજી સુધી સ્પષ્ટ થયુ નથી. કામદારોના લિસ્ટ સાથે વેરીફાઈ કરવામાં આવી રહ્યુ છે કે કેટલા બહાર છે અને કેટલા અંદર છે. ફાયર ઓફિસર પીએફ સોલંકીએ આગની દુર્ઘટના વિશે જણાવ્યું કે, જ્વલનશિલ કેમિકલ હોવાથી આગ વધુ પ્રસરી છે. અંદર કેટલાક કામદારો ફસાયા છે, જેમને બચાવવા માટે અમારી ટીમ કામ કરી રહી છે. હાલ આગ બૂઝવવાની કામગીરી કરી રહ્યાં છે. 



આગની મોટી ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા અને મોટી અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આગને પગલે પાવાગઢથી રણજિત નગરનો રસ્તો પણ બંધ કરાવાયો છે, અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આગ બૂઝવવાની કામગીરી હાથ ધરાઈ છે.