Surat News ચેતન પટેલ/સુરત : સુરત શહેરમાં રોગચાળો ફરી વકર્યો કર્યો છે. જેના કારણે સુરતના ગોડાદરા વિસ્તારની 28 વર્ષીય મહિલા અને ઉન વિસ્તારના બે વર્ષના માસૂમ બાળકનું ઝાડા-ઉલટી બાદ મોત નિપજતા પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે.સુરત મહાનગરપાલિકા દ્વારા ગોડાદરા વિસ્તારમાં આવેલ બોરિંગ ને સીલ કરી કોર્પોરેશન દ્વારા અલગ અલગ સ્થળો પરથી પાણીના સેમ્પલો લઈ તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. બાળક અને મહિલાના મોતનું સચોટ કારણ જાણી શકાયું નથી, જે પીએમ રિપોર્ટ બાદ બહાર આવી શકે તેમ છે. પરંતુ તે પહેલાં પાલિકાએ અલગ અલગ મેડિકલ ટીમો બનાવી સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી.જ્યારે 200 ઘરોનો સર્વે પણ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર્દીઓથી ઉભરાઈ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ
સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી રોગચાળાએ ફરી માથું ઊંચક્યું છે. સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઝાડા-ઉલટી સહિતના કેસો સામે આવી રહ્યા છે. જેમાં ખાનગી હોસ્પિટલોમાં પણ આ પ્રકારના કેસો નોંધાઇ રહ્યા છે. આ વચ્ચે સુરતના ગોડાદરાની મહિલા અને ઉન વિસ્તારના બે વર્ષીય બાળકનું ઝાડા ઉલટી બાદ મોત થયું છે. સુરતના ઘોડાદરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય કલાવતી દેવીને ઝાડા- ઉલટી ની ફરિયાદ ઉઠી હતી. જે બાદ નજીકની હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી. ત્યારબાદ વધુ તબિયત રખડતા વધુ સારવાર અર્થે હોસ્પિટલ તરફથી હોસ્પિટલ જવાની સલાહ આપવામાં આવી હતી. જે બાદ સ્મીમેર ખાતે દાખલ કરવામાં આવેલી 28 વર્ષીય કલાવતી દેવીનું સ્મીમેર હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 


16 વર્ષની દીકરીને ઉંચકીને પાવાગઢ ચઢ્યા પિતા, આ દ્રશ્યો જોઈ ભાવુક થયા અન્ય ભક્તો


બે બાળકોના મોત


બીજી તરફ સુરતના પૂર્ણ વિસ્તારમાં રહેતા પરિવારના બે વર્ષના બાળકનું ઝાડા ઉલટીમાં મોત થયું હતું. બાળકને નજીકના ક્લિનિક ઉપર લઈ જઈ પરિવારે સારવાર અપાવી હતી. ક્લિનિક પરથી સારવાર અપાવી પરિવાર બાળકને લઈ ઘરે પરત ફર્યું હતું. જ્યાં ઘરે લઈ ગયા બાદ 2 વર્ષીય વિષ્ણુ ચેતન પાસવાન નામના બાળકનું મોત નીપજ્યું હતું. પોલીસે લાશનો કબજો પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


ગોડાદરાની મહિલા અને ઉન વિસ્તારના બે વર્ષીય બાળકના મોત બાદ દોડતી થયેલી પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બંને સ્થળો પર મેડિકલ ટિમો દોડાવી સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, બંને કેસોની અંદર મોતનું સાચું કારણ હાલ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં ગોડાદરાની મહિલા અને તેના પરિવાર નજીકમાં આવેલા બોરિંગનું પાણી પીતા હતા. જેના કારણે ઝાડા-ઉલ્ટી થયા બાદ તેણીનું મોત થયું હોવાનું અનુમાન છે. જેથી બોરિંગ તાત્કાલિક ધોરણે સીલ કરી કોર્પોરેશનના પાણીના અલગ અલગ સ્થળો ઉપરથી સેમ્પલો લેવામાં આવ્યા છે. જે તમામ સેમ્પલો તપાસ અર્થે લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે 200 જેટલા ઘરોનો પણ સર્વે કરવામાં આવ્યો છે. જ્યારે 10 -10 જેટલી મેડિકલ ટીમો બનાવી જે સ્થળો ઉપરથી આ પ્રકારની ફરિયાદો આવી રહી છે તે સ્થળો પર આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. 


રિવાબા તમારું લોહી ઉકળતું નથી, તમે ચૂપ કેમ છો? ક્ષત્રિયાણી મહિલાએ કર્યા સળગતા સવાલ


સુરતના ગોવાલક અને ભીમનગર ખાતે ગંદા પાણીની ફરિયાદ બાદ પાલિકાની ટીમ દ્વારા અહીં 41 જેટલા ટાકાઓની સાફ-સફાઈ કરાવવામાં આવી હતી. એટલું નહીં પરંતુ પાલિકાની ટીમો દ્વારા આઠ અલગ અલગ ભાષાઓની અંદર તમામ લોકોને આરોગ્ય લક્ષી જ્ઞાન અનવ સમજણ પુરી પાડવામાં આવી રહી છે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ડિહાઇડ્રેશન થવાની સંભાવના રહેલી છે. જેથી લોકોએ પણ આવા સમયે તકેદારી અને સાવચેતી રાખવી જરૂરી છે. 


હમ તો ડુબે હૈ સનમ, તુમ્હે ભી લે ડુબેંગે, સાઈડલાઈન કરાયેલા કયા ભેદીએ ભાજપમાં આગ લગાવી