Ahmedabad News : ગુજરાતમાં હવે બહાર ખાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો દિવસેને દિવસે બહારનો ખોરાક આરોગતા થયા છે. પરંતું બહારનો આ ખોરાક સ્વાસ્થય માટે જોખમી બની રહ્યો છે. ખાણીપીણીમાં એવી એવી વસ્તુઓ ભેળસેળ કરીને ખવડાવવામાં આવે છે, જેનાથી પેટના આંતરડા ફાટી જાય છે. તેથી આરોગ્ય વિભાગ દ્વારા હાલ સધન ચેકિંગ હાથ ધરાયું છે. તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આવામાં જો તમને પનીરનો ચટાકો હોય તો સાવધાન થઈ જજો. કારણ કે, આ ચટાકો મોંઘો પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાદના શોખીનો સાવધાન
નાનીમોટી હોટલ- રેસ્ટોરન્ટમાં કે ખાણીપીણીની લારીઓ ઉપર પનીર લબાબદાર જેવી પનીરમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગી આરોગતાં હવે ચેતજો, કારણ કે તેમાં ફોરેન ફેટ અને વેજીટેબલ ઓઇલ જેવા જાહેર આરોગ્યને હાનિકારક પદાર્થો હોવાની પૂરેપૂરી શક્યતા છે. 


અમદાવાદના આરોગ્ય વિભાગ દ્વારા વસ્ત્રાલ વિસ્તારની એક ડેરીમાંથી પનીરના નમૂના લેવાયા હતા. જેનો રિપોર્ટ આવી ગયો છે. પનીરનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવ્યો છે. તેમાં ફોરેન ફેટ, વેજિટેબલ ઓઈલ, એક્ટ્રેક્ટ ફેટ જેવી અનેક વસ્તુઓ મળી આવી છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે. આવુ પનીર બહાર સસ્તા ભાવે વેચાય છે, અને તેમાંથી સ્વાદિષ્ટ પનીરની વાનગીઓ બનાવવામાં આવે છે. 


સસ્તી થઈ જશે રેલવેની પ્લેટફોર્મ ટિકિટ, મુસાફરો માટે સરકારનો મોટો નિર્ણય


હાલ ગુજરાતભરમાં એવી કોઈ પ્રોડક્ટ બાકી નથી, જેમાં ભેળસેળ ન કરાતી હોય. અનેક નમૂનાના રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવી રહ્યાં છે. પનીર, ચીઝ, બટર, દૂધ, દહીં, છાસ, લસ્સી અને માખણ તથા આઈસક્રીમ સહિતની પ્રોડક્ટમાં મોટાપાયે ભેળસેળ કરાઈ રહી છે. આ ઉપરાંત કેરીનો રસ- મેંગોમિલ્ક શેકમાં પણ સિન્થેટિક કલરનો બેરોકટોક ઉપયોગ કે, કરવામાં આવે છે. તો હળદર, જીરું, મરચું, ગરમ મસાલામાં પણ ભેળસેળ કરનારા પાછળ નથી. 


તો બીજી તરફ, ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવાત, ઇયળ, વંદા, દેડકા અને ઉંદર વગેરે નીકળી રહ્યાં છે. તેના પગલે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનરને સ્પષ્ટતા કરવી પડી છે. 


સત્ય સાબિત થઈ 34 વર્ષ જૂના Simpsons કાર્ટુનની ભવિષ્યવાણી, માછીમારને પાણીમા મળી વસ્તુ