સુરતમાં 2 વર્ષની બાળકીને બચકાં ભરતા દ્રશ્યો તમને ધ્રુજાવી દેશે! 40 બચકા ભર્યા, સર્જરી કરવી પડી
સુરતના ખજોદ ડાયમંડ બુર્સ પાસે રહેતા અને મજુરી કામ કરતા પરિવારની બે વર્ષની બાળકી રમી રહી હતી તે વેળાએ ત્યાં ૩ થી ૪ જેટલા શ્વાનોએ બાળકીને બચકાં ભર્યા હતા
પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં વધુ એક વખત રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે. ખજોદ વિસ્તારમાં એક 2 વર્ષીય બાળકીને રખડતા શ્વાનોએ 30 થી 40 જેટલા બચકાં ભરતા બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ છે. બીજી તરફ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ આ મામલે મનપાના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકાના હદ વિસ્તારમાં છેલ્લા બે થી ત્રણ મહિનામાં જ લગભગ આ ચોથી કે પાંચમી ઘટના છે તેમ છતાં શાસકોના પેટનું પાણી હલતું નથી કારણ કે તેઓએ સુરતની જનતાને ભગવાન ભરોસે મૂકી દીધા છે.
સુરતના ખજોદ ડાયમંડ બુર્સ પાસે રહેતા અને મજુરી કામ કરતા પરિવારની બે વર્ષની બાળકી રમી રહી હતી તે વેળાએ ત્યાં ૩ થી ૪ જેટલા શ્વાનોએ બાળકીને બચકાં ભર્યા હતા બીજી તરફ બાળકીને શ્વાનોએ બચકાં ભરતા હતા બાળકીનો રડવાનો અવાજ સાંભળી નજીકમાંથી લોકો દોડી આવ્યા હતા શ્વાન માંથી બાળકીને બચાવી પરિવારને જાણ કરતા પરિવાર બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યો હતો જ્યાં તબીબોએ બાળકીને જરૂરી સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરી છે.
ભારતના સૌ પ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમ ગુજરાતમાં બનશે, CM ના હસ્તે ખાતમુર્હુત
ડો. તેજસ ચૌહાણે જણાવ્યું હતું કે આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ પરિવાર બાળકીને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યું હતું. જેમાં ખજોદ ડાયમંડ બુર્સ પાસે બે વર્ષની બાળકીને શ્વાનોએ શરીરના વિવિધ ભાગે બચકાં ભર્યા છે. બાળકીના શરીરે ૩૦ થી ૪૦ જેટલા બચકાં ભર્યાના નિશાન છે. બાળકીને છાતી, માથાના, હાથ, પગ સહિતના શરીરના અંગો પર શ્વાનોના બચકાં ભર્યા છે. બાળકીને તાત્કાલિક સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી છે.
દ્વારકામાં બુલડોઝર ફેરવ્યા બાદ દર્શને આવેલા ગૃહરાજ્ય મંત્રીની ચેતવણી, જુઓ શું કહ્યું
આ ઘટના અંગે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકાના હદ વિસ્તારમાં છેલ્લા બે થી ત્રણ મહિનામાં જ લગભગ આ ચોથી કે પાંચમી ઘટના છે તેમ છતાં શાસકોના પેટનું પાણી હલતું નથી કારણ કે તેઓએ સુરતની જનતાને ભગવાન ભરોસે મૂકી દીધા છે. શાસકોના બાળકો વિદેશમાં ભણી રહ્યા છે ત્યાં વેલસેટ થઇ રહ્યા છે પરંતુ સુરતની જનતા ભગવાન ભરોસે છે. વારંવાર મનપાની અંદર રજૂઆત કરવા છતાં શ્વાન પકડવાની જે કામગીરી કરવાની હોય છે પરંતુ ખબર નહિ આવી ઢીલી નીતી શા માટે છે.
શહેરમાં અત્યારે રખડતા શ્વાનો ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેમ છતાં તોએને પકડવામાં આવતા નથી. સુરત શહેરની જનતા મનપાને અઢળક રૂપિયા પોતાના પરસેવાની કમાણીમાંથી આપે છે. એ પૈસામાંથી નાનું એવું આયોજન કરી આવા રખડતા શ્વાનોને પકડી શકાય એમ છે. પણ મનપાના શાસકો, આ તંત્ર ઘોર નિંદ્રામાં સુતું હોય એવું લાગે છે. મનપાને વારવાર વિનંતી છે કે શહેરની જનતાને તેઓના બાળકોને રખડતા શ્વાનોના ત્રાસમાંથી બચાવવામાં આવે.
રાજ્યની સૌથી મોટી મનપાના નગરસેવકોને જનતાની ચિંતા જ નથી! કિંમતી મતની ઉડાવી મઝાક
છેલ્લા એક મહિનામાં શ્વાનના આતંકીથી અનેક લોકો ભોગ બની ગયા છે. થોડા દિવસ પહેલા જ સુરતમાં કુતરાઓએ 8 થી 10 લોકોને બચકા ભર્યા હતા અને ખાસ કરીને નાના બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે ફરી આવો જ એક કિસ્સો ગંભીર બન્યો છે ત્રણ સ્વાને 2 વર્ષની બાળકીને બચકા ભરી 30 થી 40 જેટલા ઘા પહોંચાડ્યા છે જ્યારે મનપા ફરી એ જ વિસ્તારમાં શ્વાનને પકડવાની કામગીરી હાથ ધરી છે જ્યારે કોઈ મોટી ઘટનાની રાહ જોતી હોય અને ત્યારબાદ જ મનપા કાર્યવાહી કરતી હોય એવું દેખાઈ રહ્યું છે હાલ તો બાળકીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડાય છે