નર્મદાઃ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે ખેતરે જતા એક આધેડ વ્યક્તિ પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. જોકે 80 વર્ષની ઉંમરે પણ તેમણે હિંમત પૂર્વક દીપડાનો સામનો કરતા તેઓનો આબાદ બચાવ થયો હતો. હુમલામાં ગંભીર રૂપે ઘાયલ થયેલા આધેડને ગામના સરપંચે રાજપીપળા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા જિલ્લો 85 ટકા જંગલ વિસ્તાર ધરાવે છે, જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં અવાર નવાર જંગલી જાનવરો દ્વારા પશુઓ પર થતા હુમલાઓ નોંધાતા હોય છે. સાથેજ ફોરેસ્ટ વિભાગ દ્વારા બનાવ બનતાજ સ્થળ નિરીક્ષણ કરી પાંજરું મૂકી જંગલી જાનવરોને પકડી માનવ વસ્તીથી દૂર છોડવામાં આવે છે. નર્મદા સહિત સમગ્ર ગુજરાતમાં દીપડાની વસ્તી વધી રહી છે. હવે તો રહેણાંક વિસ્તારોમાં પણ દીપડાઓ અવાર નવાર જોવા મળી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા આવા દીપડાઓને પકડવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચોઃ રાજસ્થાનની મહિલાના ગળામાં 12 સે.મી.ની લંબાઇનું લોખંડનું તીર ધૂસી ગયુ, સિવિલમાં સફળ સર્જરી  


ઘણી વખત વાહનની અડફેટે ઘણા દીપડાઓ સહિત અન્ય પ્રાણીઓ ઘાયલ થતા હોય છે, ત્યારે તેની ફોરેસ્ટ વિભાગ દ્વારા તેની સારવાર કરી રહેણાંક વિસ્તારથી દૂર છોડી મુકવામાં આવે છે. આજરોજ નર્મદાના નાંદોદ તાલુકામા આવેલ જીઓરપાટી ગામે પોતાના ખેતરે જતા એક 80 વર્ષના આધેડ વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો. આધેડે હિંમત પૂર્વક દીપડાનો સામનો કરી મોતના મુખમાંથી પોતાને છોડાવી તેઓ ગામ તરફ દોડ્યા હતા. જોકે તેઓ ગંભીર રૂપે ઘાયલ થવાથી રસ્તામાં ઢળી પડ્યા હતા. જીઓરપાટી ગામના સરપંચને ખબર મળતા તેઓએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. તેમજ આધેડને રાજપીપળા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. 


રાજપીપળા રેન્જ ફોરેસ્ટર જીગ્નેશ સોની તાત્કાલિક જીઓરપાટી ગામે આવી પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ફોરેસ્ટ વિભાગની અન્ય ટીમે સરકારી હોસ્પિટલમાં દાખલ આધેડની મુલાકાત લઈ બનાવની ગંભીરતા જોઈ વહેલી તકે પાંજરું મૂકી માનવ ભક્ષી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube