શું થયું રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં ઘુસી જનારા દીપડાનું? જાણવા કરો ક્લિક
આ ઘટનાની વિગતો જોઈએ તો ગત રવિવારના રોજ રાજકોટ પ્રદ્યુમ્નપાર્ક ઝુમાં દીપડાએ હરણનું મારણ કર્યું ત્યારે સોમવારે ફરજ પર પહોંચેલા પ્રદ્યુમન પાર્ક ઝુના અધિકારીઓ તેમજ સ્ટાફને જાણ થઇ હતી કે રવિવારે રાત્રે દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું છે.
રાજકોટ : રાજકોટના ફેમસ ગાર્ડન અને ઝુ પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઝુમાં દિપડા દ્વારા હરણનું મારણ કરવામાં આવ્યું હતું ત્યારે સોમવારે ફરજ પર પહોંચેલા પ્રદ્યુમન પાર્ક જુના અધિકારીઓ તેમજ સ્ટાફને જાણ થઈ હતી કે ગત રાત્રીના રોજ દિપડા દ્વારા મારણ કરવામાં આવ્યું છે. આ પછી તકેદારીના ભાગરૂપે પ્રદ્યુમન પાર્ક ઝુને મુલાકાતીઓ માટે બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. આખરે પાંચ દિવસની મહેનતના અંતે ખોરાકની લાલચમાં આવેલો દીપડો પાંજરે પુરાઈ ગયો હતો.
ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, વિગતો છે વિશ્વાસ ન પડે એવી
આ ઘટનાની વિગતો જોઈએ તો ગત રવિવારના રોજ રાજકોટ પ્રદ્યુમ્નપાર્ક ઝુમાં દીપડાએ હરણનું મારણ કર્યું ત્યારે સોમવારે ફરજ પર પહોંચેલા પ્રદ્યુમન પાર્ક ઝુના અધિકારીઓ તેમજ સ્ટાફને જાણ થઇ હતી કે રવિવારે રાત્રે દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું છે. આ પછી ગણતરીના કલાકોમાં જ વન વિભાગની મદદથી દીપડાનું સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ દીપડાને પકડવા માટે સાત જેટલા પિંજરા પણ મારણ સાથે રાખવામાં આવ્યા હતા.
રસ્તાની બાબતને લઇને આપ્યો ઘટનાને કરુણ અંજામ, ભાઇએ ભાઇની કરી હત્યા
આખરે આજે વહેલી સવારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદય અગ્રવાલ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે પાર્કમાં ઘૂસેલા દીપડાને પકડી પાડવામાં આવ્યો છે અને પછી તસવીર પણ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા કરો ક્લિક...