મૌલીક ધામેચા/ગાંધીનગર: પેપર લીક કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા વધુ ચાર લોકોની ઘરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આઠ આરોપીની ઘરપકડ કરવામાં આવી છે. જે નવા ચાર લોકોની ઘરપકડ કરવામાં આવી છે, ત્યારે નોધનીંય છે, કે સોમવારે ધરપકડ કરવામાં આવેલા આરોપીને 10 દિવસના રીમાન્ડ પર રાખવામાં આવ્યા છે. મંગળવારે ધરપકડ કરવામાં આવેલા 4 આરોપીઓમાં 1.  પ્રતિક પટેલ જે અરવલ્લી જિલ્લામાં રહે છે. 2. નરેન્દ્ર ચૌધરી છે, જે મહેસાણાંમાં રહે છે. 3. અજયસિંહ પરમાર જે બનાસકાંઠામાં રહે છે. 4. ઉત્તમસિંહ ભાટી પણ બનાંસકાંઠામાં રહે છે. ત્યારે અત્યાર સુધીમાં પોલીસને હાથતાળી આપતો યશપાલ સિંહ ચૌધરી પોલીસ પકડમાં આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીની ગેંગ મુખ્ય સુત્રધાર
પકડાયેલા ચાર આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે,  ગાડીઓમાં  પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને 4 લોકો ગુડગાંવ લઇ જવામાં આવ્યા હતા. આ પેપર લીકના કૌભાંડમાં દિલ્હીની એક ગેંગનો હાથ હોવાનું પણ બહાર આવ્યું છે, આ લોકો દ્વારા અગાઉ પણ અનેક પેપર લીક કરવામાં સંડોવાયેલા હોઇ શકે છે. વિદ્યાર્થીઓને પાંચ પાંચના ગ્રુપમાં દિલ્હીમાં અલગ-અલગ જગ્યાએ લઇ જવા આવે છે. અને ત્યા તેમણે પેપર આપવામાં આવે છે. અને બે કલાક સુધી પેપર વાચ્યાં બાદ તેમને પાછા ગુજરાતથી આવેલી ગાડીઓમાં પાછા મોકલી દેવામાં આવે છે. 


વધુ વાંચો...લોકરક્ષક પેપર લીક કૌભાંડનો આખો ઘટનાક્રમ, જુઓ 10 પોઈન્ટ્સમાં


પેપર જોવાના 5 લાખ 
ઝડપાયેલા ચાર નવા લોકોની તપાસ કરતા જાણવા મળતુ હતું, દિલ્હીની ગેંગ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પેપરની રકમ માટે પાંચ લાખ લખેલા કોરા ચેક લેવામાં હતા. નીલેશ નામના વ્યક્તિ દ્વારા તેમના મોબાઇફોન લઇને ફોન બંધ કરી દેવામાં આવ્યા હતા. અને બંધ રૂમમાં એક કલાક માટે જોવા માટે આપવામાં આવ્યા હતા.